Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કિશોર કુમારના જન્મદિવસ પર વિશેષ

કિશોર કુમારના જન્મદિવસ પર વિશેષ
સદાબહાર ગાયક કિશોર કુમારની મસ્તીભરી, મીઠી અવાજના લોકો આજે પણ દિવાના છે.  રોમાંટિક ગીત હોય કે દર્દ ભર્યા તેમનો જાદુભર્યા અવાજે દરેક ગીતને લોકોના દિલ સુધી પહોંચાડ્યુ છે.

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ચાર ઓગસ્ટ 1929ના રોજ કિશોર કુમારનો જન્મ થયો. કિશોર કુમારનુ અસલી નામ આભાસ કુમાર ગાંગુલી હતુ.

હિન્દી સિનેમામાં દશકાઓ સુધી છવાયેલા રહેનારા કિશોર કુમારે હિન્દી સિનેમાની યાત્રા કોરસ ગાયકના રૂપમાં શરૂ કરી હતી.

1948માં બનેલ ફિલ્મ 'જિદ્દી'થી તેમણે સોલો ગાયનની શરૂઆત કરી. 1950થી લઈને 1970 સુધીના દશકોમાં જ્યા એક બાજુ મુકેશ અને મોહમ્મદ રફીના લોકો દિવાના હતા, બીજી બાજુ સમકાલીન રહેલ કિશોરે દરેક પ્રકારના ગીતોમાં પોતાનો અવાજ આપીને લોકોને સમ્મોહિત કરી લીધા.

એક ગાયકની સાથે સાથે કિશોર એક સારા અભિનેતા પણ હતા. કિશોર કુમારે બીજાની ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત પોતાની ફિલ્મો પણ બનાવી.

પોતાના જીવનકાળમાં કિશોર કુમારે 90થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને 600થી વધુ ફિલ્મોમાં ગીત ગાયા 

રોમાંટિક ગીતોમાં તેમની ઓડલઈ-ઓડલઈ...સ્ટાઈલ આજે પણ ખૂબ લોકપ્રિય છે.

ગાયક, અભિનેતા, ગીતકાર, સંગીતકાર, નિર્માતા, નિર્દેશક અને પટકથા લેખક કિશોર કુમારે 13 ઓક્ટોબર 1987ના રોજ છેલ્લા શ્વાસ લીધા.

આજે  પ્રશંસકો તેમનો 87મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - મારે એક વાત કરવી છે.