ગોવિંદા, શક્તિ કપૂર, દિબાંગના સૂર્યવંશી સ્ટારર પહલાજ નિહલાનીની ફિલ્મ રંગીલા રાજાને સેન્સર બોર્ડે 20
કટ આપ્યા છે. જેને કારણેભૂતપૂર્વ સેન્સર બોર્ડ અધ્યક્ષ અને નિર્માતા પહલાજ નિહલાનીએ મુંબઈના સુપ્રસિદ્ધ
વકીલ અશોક સરાવગી દ્વારા મુંબઈ હાઇકોર્ટમાં કેસ દાખલકર્યો છે. આ અંગે તેમણે શનિવાર, 10 નવેમ્બર 2018ના સન એન્ડ સેન્ડ હોટેલ, જુહૂ, મુંબઈ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું યોજન કર્યું હતું. જ્યાં
ફિલ્મના કટ દર્શાવવામાં આવ્યા હતા.
આ અવસરે પહલાજ નિહલાનીના વકીલ અશોક સરાવગીએ કહ્યું કે, ફિલ્મમાં 20 કટ સેન્સર બોર્ડે આપ્યા છે, જેમાંથી 11 કટ તોકારણ વગર અપાયા છે. એક સીનમાં ગોવિંદાએ એક છોકરીને માત્ર થપ્પડ મારી છે, એ કટ કરવા જણાવાયુ છે. આ બધું ગોવિંદ નિહલાનીનેકારણ વગર હેરાન કરવા થઈ રહ્યું છે. હવે 12 નવેમ્બરે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે.
સેન્સર બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને નિર્માતા પહલાજ નિહલાનીએ કહ્યું કે, મેં ઉડતા પંજાબ ફિલ્મને કટ વગર પાસ કરીનહોતી, જે બીજેપી સરકાર ઇચ્છતી હતી. કારણ આ ફિલ્મ તેમની ફેવરમાં હતી અને પંજાબની ચૂંટણી ટાણે તેમને લાભ થઈ શકે મ હતું. હવેમને એની સજા પાઈ રહી છે. હાલના સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી પણ તેમના ઇશારે કામ કરી રહ્યા છે. સેન્સર બોર્ડમાં મોટાભાગેઅયોગ્ય અને કામચલાઉ લોકો હોવાને કારણે આ તકલીફ થઈ રહી છે. ફિલ્મ જોનારાને ન એનું જ્ઞાન છે કે કાયદાની જાણકારી.
આ અવસરે ગોવિંદાએ કહ્યું કે, છેલ્લા 9 વરસથી મારી એક પણ ફિલ્મને સિનેમા હોલ જોવાનો મોકો મળ્યો નથી. ખબર નહીં ક્યાલોકો છે જે એવું ઇચ્છે છે કે મારી એક પણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ ન થઈ શકે. અમુક લોકો એવું નથી ચ્છતા કે ગોવિંદા કંઇક સારૂ કરે કે એનુંભલું થાય.