Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મસ્તાની અને પદ્માવતી બાદ દીપિકા ફરી એક દમદાર મહિલા પાત્ર સાથે તૈયાર

મસ્તાની અને પદ્માવતી બાદ દીપિકા ફરી એક દમદાર મહિલા પાત્ર સાથે તૈયાર
, સોમવાર, 23 ડિસેમ્બર 2019 (15:58 IST)
બોલીવુડમાં લીડિંગ લેડી તરીકે જાણીતી બનેલી દીપિકા પાદુકોણ પોતાના દર્શકોની અપેક્ષાઓને સારી રીતે જાણે છે. આથી જ દીપિકા એકથી એક ચડિયાતા કિરદાર કરીને પ્રેક્શકોનું દિલ જીતવામાં સફળ રહી છે. 
વર્ષ 2015માં આવેલી સુપરહિટ ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' જેમાં દીપિકાએ મસ્તાનીનું દ્રઢતા ભર્યું પાત્ર ભજવ્યું હતું. તો તે બાદ આવેલી 2018ની બ્લોકબસ્ટર ફિલ્મ 'પદ્માવતી'. જેમાં પણ દીપિકાએ પદ્માવતીનું પાત્ર સારી રીતે લોકો સમક્ષ રજુ કર્યું હતું. આ જ રીતે દીપિકા ફરી એક પ્રબળ મહિલા કિરદાર સાથે 'છપાક' ફિલ્મ લઈને આવી રહી છે. જેમાં તે 'માલતી'ના પાત્રમાં જોવા મળશે. 
 
મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી 'છપાક' આત્મવિશ્વાસની એક નવી લહેર ઊભી કરે છે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવરના જીવન અને તેના સંઘર્ષ પર આધારિત છે. ફિલ્મનું પોસ્ટર અને  ટ્રેલર લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યું છે. દેશમાં વધી રહ્યા મહિલા વિરુધના ગુનાઓ પર ધ્યાન દોરે છે આ ઉપરાંત એવી ઘટનાનો ભોગ બનેલી મહિલાઓને પ્રેરણા પુરી પાડે છે. 
 
webdunia
કે એ પ્રોડક્શન એન્ડ ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા નિર્મિત ફિલ્મ 'છપાક' 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bigg Boss 13: મલ્લિકા શેરાવતની બોલ્ડ અદાઓ જોઈ શરમાવી ગયા સલમાન ખાન