Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 12 March 2025
webdunia

Prabhas ના કાકા અને અભિનેતા કૃષ્ણમ રાજુનું નિધન, 180 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું

Prabhas ના કાકા અને અભિનેતા કૃષ્ણમ રાજુનું નિધન, 180 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું
, રવિવાર, 11 સપ્ટેમ્બર 2022 (12:24 IST)
ટોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. તેલુગુ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા ઉપ્પલાપતિ કૃષ્ણમ રાજુનું નિધન થયું છે. અભિનેતાએ 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કૃષ્ણમ રાજુ 'બાહુબલી' ફેમ એક્ટર પ્રભાસના કાકા છે. ટોલીવુડના 'રિબેલ સ્ટાર' તરીકે પ્રખ્યાત, ક્રિષ્નમ રાજુએ પાંચ દાયકાની કારકિર્દીમાં 180 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તેમના નિધનથી ચાહકો ભારે શોકમાં છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
 
જણાવવામાં આવી રહ્યું છે કે પ્રભાસના કાકા અને ટોલીવુડના 'રિબેલ સ્ટાર' કૃષ્ણમ રાજુએ રવિવારે સવારે 3.25 વાગ્યે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. કૃષ્ણમ રાજુના નિધનના દુખદ સમાચારથી તેમના ચાહકોને આઘાત લાગ્યો છે.
 
20 જાન્યુઆરી 1940ના રોજ પશ્ચિમ ગોદાવરી જિલ્લાના મોગલાથુરમાં જન્મેલા કૃષ્ણમ રાજુ એવા પ્રથમ અભિનેતા હતા જેમણે અટલ બિહારી વાજપેયીની કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sunny Leone Career: હની સિંહએ સેકડો લોકોની સામે સની લિયોનીથી કહી આ વાત, શરમથી લાલ થઈ ગઈ એક્ટ્રેસ