Publish Date: Mon, 26 Dec 2016 (13:36 IST)
Updated Date: Mon, 26 Dec 2016 (13:38 IST)
આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ દંગલમાં ત્રણ દિવસોમાં મત્ર ભારતમાં 100 કરોડની કમાણી કરી લીધી છે.
પહલવાન મહાવીર સિંહ ફોગાટ અને તેમની બે પહલવાન છોકરીઓ ગીતા અને બબીતાની નિજી જિંદગી પર આધારિત આમિર ખાનની આ ફિલ્મને ખૂબ પ્રશંસા મળી છે.
ફિલ્મ ટ્રેડના વિશેષજ્ઞ તરણ આદર્શ મુજબ આમિર ખાનની ફિલ્મ શુક્ર્વારે 29.78 કરોડ , શનિવારે 34.82 કરોડ અને રવિવારે 42.35 કરોડ રૂપિય આની કમાણી કરી.
આ રીતે દંગલએ માત્ર ત્રણ દિવસોમાં 106.95 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ માત્ર ભારતના આંકડા છે.
અંતરરાષ્ટ્રીય બજારમાં દંગલએ સારું પ્રદર્શન કર્યા છે. તરણ આદર્શ મુજ્બ અંદાજો છે કે શનિવાર સુધી અંતર રાષ્ટ્રીય અતર પર દંગલએ આશરે 45 કરોડની કમાણી કરી લીધી હતી.
દંગલથી પહેલા 100 કરોડ ક્લ્બમાં આમિર ખાનની ગજની , 3 ઈડિયટસ , ધૂમ -3 અને પીકે પણ શામેલ છે.