Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સલમાન-કેટરીના ફરી એકસાથે જોવા મળશે

સલમાન-કેટરીના ફરી એકસાથે જોવા મળશે
, બુધવાર, 1 માર્ચ 2017 (12:28 IST)
અતુલ અગ્નિહોત્રી લાંબા સમયથી સલમાન ખાનને લઇને એક ફિલ્મ બનાવવા ઇચ્છતો હતો. હવે તેણે એક ફિલ્મના અધિકાર ખરીદી લીધા છે જેમાં સલમાન ખાનનો મુખ્ય રોલ છે. આ સ્ક્રિપ્ટ સલમાન ખાનને પસંદ આવી ગઇ છે અને કામ કરવાની હા કહી દીધી છે. ફિલ્મમાં હિરોઇન તરીકે અતુલે કેટરીના કૈફને લેવાનો નિર્ણય લીધો છે.

સલમાને તેના માટે પણ હા કહી છે. હાલમાં સલમાન અને કેટરીના 'ટાઇગર જીંદા હૈ' નામની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ પુરી થયા બાદ સલમાન બનેવી અતુલની ફિલ્મનું કામ શરૂ કરશે. કેટરીના અને અતુલ વચ્ચે સારુ બને છે. કેટરીના અગાઉ સલમાન સાથે રિલેશનમાં હતી અને ઘરે આવતી-જતી ત્યારથી અતુલની ઓળખ કેટરીના સાથે થઇ હતી. આથી જ તેણે પોતાની ફિલ્મ માટે તેને પસંદ કરી છે.  કેટરીનાની છેલ્લી ફિલ્મો ફલોપ નિવડી છે ત્યારે હવે તે હિટની રાહમાં છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગોવિંદાએ કાપ્યું પૂનમ પાંડેનો ગીત