Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

અભિનેતા Ajay Devgnના પિતા વીરુ દેવગનનું નિધન, આજે જ મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર

અજય દેવગન
નવી દિલ્હી , સોમવાર, 27 મે 2019 (16:43 IST)
ફિલ્મ અભિનેતા અજય દેવગનના પિતા અને સ્ટંટ માસ્ટર વીરુ દેવગનનું મુંબઈમાં નિધન થઈ ગયુ છે.  વીરુ દેવગન એક પ્રસિદ્ધ સ્ટંટ માસ્ટર હતા. તેણે અનેક સુપરહિટ ફિલ્મોના સ્ટંટ કોરિયગ્રાફ કર્યા હતા. આ માટે તેમને અનેક પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા.  
 
ફિલ્મ અભિનેતા અજય દેવગનના પિતા વીરુ દેવગને આજે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધો.  તેમની તબિયત ખૂબ સમયથી ખરાબ ચાલી રહી હતી. મુંબઈમાં 27 મે 19ના રોજ તેમણે  આ દુનિયાને અલવિદા કહ્યુ.  વીરુ જાણીતા સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર હતા. તેમને લગભગ 80થી વધુ ફિલ્મોમાં એક્શન કોરિયોગ્રાફ કરવાનુ કામ કર્યુ હતુ. આ ઉપરાંત તેમણે હિન્દુસ્તાન કી કસમ નામની ફિલ્મનુ નિર્દેશન પણ કર્યુ હતુ. 
 
સન 1957માં 14 વર્ષના વીરુ દેવગન બોલીવુડમાં ઘુસવાની ઈચ્છા સાથે અમૃતસરમાં પોતાના ઘરેથી ભાગી ગયા. ટિકિટ વગર  મુંબઈ જવા માટે ફ્રંટિયર મેલ પકડી લીધી અને ટિકિટ ન લેતા પકડાઈ જતા મિત્રો સાથે અઠવાડિયુ જેલમાં રહ્યા હતા. બહાર નીકળતા મુંબઈ શહેર અને ભૂખે તેમને તોડી નાખ્યા હતા. જ્યા તેમની સાથે આવેલ કેટલાક મિત્રો નિરાશ થઈને અમૃતસર પરત ગયા પણ વીરુ દેવગન ન ગયા. તેઓ ટેક્સિયો ધોવા માંડ્યા અને કારપેંટરનુ કામ કરવા માંડ્યા.  હિમંત આવતા ફિલ્મ સ્ટુડિયોઝના ચક્કર કાપવા માંડ્યા. તેમને હીરો બનવુ હતુ પણ તેમણે જલ્દી જ સમજાય ગયુ કે હિન્દી ફિલ્મોમાં જે ચોકલેટી હીરો અને અભિનેતા બનેલા છે તેમની સામે તેમનો કોઈ ચાંસ નથી. 
 
વીરુ દેવગને પોતાના પુત્ર અજય દેવગનને હીરો બનાવવા માટે ખૂબ મહેનત કરી છે.  તેમણે ઓછી વયથી જ ફિલ્મમેકિંગ અને કેશન સાથે જોડ્યા. તેઓ આ બધુ અજયના હાથે જ કરાવતા હતા.  કોલેજ ગયા તો તેમને માટે ડાંસ ક્લાસેજ શરૂ કરાવ્યા. ઘરમાં જ જીમ બનાવડાવ્યુ. હોર્સ રાઈડિંગ શિખવાડી અને પછી તેમને પોતાની ફિલ્મોની એક્સહ્ન ટીમો ભાગ બનાવવા લાગ્યા. તેમને બતાવવા લાગ્યા કે સેટનુ વાતાવરણ કેવુ હોય છે.  જેને કારણે અજય ફિલ્મમેકિંગને લઈને સક્ષમ થઈ શક્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનાલી સહગલના બોલ્ડ ફોટાએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યુ