Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BMC Sealed Prithvi Apartments - આ કારણે સીલ થઈ સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ

BMC Sealed Prithvi Apartments - આ કારણે સીલ થઈ સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ
નવી દિલ્હી. , સોમવાર, 12 જુલાઈ 2021 (13:36 IST)
કોવિડ 19ની બીજી લહેર ગયા પછી લોકોનુ જીવન ફરીથી પાટા પર પરત ફરવા માંડ્યુ છે. પણ બીજી લહેર વીત્યા પછી લોકો વચ્ચે જોરદાર બેદરકારી જોવા મળી રહી છે. જ્યારબા ત્રીજી લહેર આવવાનુ સંકટ વધી ગયુ છે. સરકાર દ્વારા વારંવાર લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. પણ લોકો ઘડલ્લેથી નિયમોનુ ઉલ્લંઘન કરી રહ્યા છે. 
 
હવે લોકો વચ્ચે વધતી બેદરકારી અને કોવિડ 19ના નવા ડેલ્ટા વેરિએંટ કેસ સામે આવ્યા પછી બીએમસીએ મુંબઈના પૃથ્વી અપાર્ટમેંટ્સને સંપૂર્ણ રીતે સીલ કરી દીધુ છે. બીજી બાજુ એપાર્ટમેંટ છે જયા બોલીવુડ એક્ટર સુનીલ શેટ્ટીનો પરિવાર રહે છે. જો કે રાહતની વાત એ છે કે અભિનેતાઓ પરિવાર એકદમ સુરક્ષિત છે. બીએમસીએ આ પગલુ સાવધાનીના રૂપમાં ઉઠાવ્યુ છે. 
 
ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલ સમાચાર મુજબ અભિનેતાના મકાનમાં કોવિડ 19 ડેલ્ટા વેરિયન્ટના ત્રણ કેસ મળી આવ્યા છે, ત્યારબાદ બીએમસીએ આખી બિલ્ડિંગને સીલ કરી દીધી છે. નિયમ મુજબ, જો કોઈ બિલ્ડિંગમાં પાંચ કે તેથી વધુ કોરોના કેસ જોવા મળે છે, તો પછી તેને સીલ કરવું જરૂરી છે.
 
બીએમસીના આસિસ્ટેંટ કમિશ્નર પ્રશાંત ગાયકવાડે ન્યુઝ એજંસી એનએનઆઈ સાથે વાત કરતા આ સમાચારની ચોખવટ કરી છે અને જણાવ્યુ કે કોવિડના કેટલાક કેસ સામે આવ્યા પછી બીએમસીએ સાઉઠ મુંબઈના  Altamount Road પર આવેલ પૃથ્વી એપાર્ટમેંટને સીલ કરી દીધુ છે. કમિશ્નરે એ પણ માહિતી આપી છે કે અભિનેતાઓ પરિવાર એકદમ સુરક્ષિત છે. 
 
 તમને યાદ અપાવી દઈએ કે મુંબઈ તે શહેર છે જ્યાં કોરોનાની બીજા લહેરના સૌથી કેસ નોંધાયા હતા. આજથી બે મહિના પહેલા આખા શહેરમાં કોવિડને કારણે હાહાકાર મચી ગયો હતો. જે બાદ મુંબઇમાં પ્રથમ મીની લોકકડાઉન લાગુ કરવામાં આવ્યું. ટીવી સિરિયલો અને ફિલ્મ્સના શૂટિંગ ઉપર પણ બંધ કરવામાં આવ્યા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુનીલ શેટ્ટીની મુંબઈ સ્થિત બિલ્ડીંગ સીલ કોરોનાના કારણે બીએમસીએ પગલાં ઉપાડ્યા