Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Birthday - 59 વર્ષની રણબીરની મમ્મી Neetu Singh કેટલી ફીટ છે જુઓ ફોટા

Happy Birthday - 59 વર્ષની રણબીરની મમ્મી Neetu Singh કેટલી ફીટ છે જુઓ ફોટા
મુંબઈ. , શનિવાર, 8 જુલાઈ 2017 (15:19 IST)
બોલીવુડમાં નીતૂ સિંહ એક એવી અભિનેત્રીના રૂપમાં ઓળખાય છે જેને સત્તર અને એંસીના દસકામાં પોતાના બિંદાસ અંદાજ અને દમદાર અભિનય દ્વારા સિને પ્રેમીઓના દિવાના બનાવ્યા. 8 જુલાઈ 1958ના રોજ જન્મેલી નીતૂ સિંહને નૃત્યમાં ખૂબ રસ હતો. 
 
તેના રસને જોતા તેમની માતા રાજી સિંહે તેમને પ્રસિદ્ધ અભિનેત્રી વૈજયંત્રી માલાના નૃત્ય શાળામાં નૃત્ય શીખવાની અનુમતિ આપી દીધી. 
નૃત્ય સીખવા દરમિયાન વૈજયંતી માલા તેમના નૃત્ય કરવાના અંદાજથી ખૂબ પ્રભાવિત થઈ અને પોતાની ફિલ્મ સૂરજમાં બાળ કલાકારના રૂપમાં કામ કરવ્વા માટે રજુઆત કરી જેને તેમણે સહર્ષ સ્વીકારી લીધી. સાહીંઠના દસકામાં નીતૂ સિંહે અનેક ફિલ્મોમાં બાળ કલાકારના રૂપમાં કામ અભિનય કર્યો. તેમા 1968માં પ્રદર્શિત ફિલ્મ દો કલિયા વિશેષરૂપે ઉલ્લેખનીય છે. આ ફિલ્મમાં તેમના ડબલ રોલને સિને પ્રેમી કદાચ જ ભૂલી શક્યા હશે. ફિલ્મમા તેમના પર ફિલ્માવેલુ ગીત બચ્ચે મન કે સચ્ચે દર્શકો અને શ્રોતાઓ વચ્ચે આજે પણ લોકપ્રિય છે.  નીતૂ સિંહે અભિનેત્રીના રૂપમાં પોતાના સિને કેરિયરની શરૂઆત 1973માં પ્રદર્શિત ફિલ્મ રિક્શાવાળા દ્વારા કરી હતી. 
webdunia
 
નીતૂ સિંહે અભિનેત્રીના રૂપમાં પોતાના સિને કેરિયરની શરૂઆત 1973માં પ્રદર્શિત ફિલ્મ રિક્શાવાળાથી કરી. આ ફિલ્મમાં તેમના નાયકના રૂપમાં રણધીર કપૂર હતા. કમજોર પટકથા અને નિર્દેશનને કારણે ફિલ્મ ટિકિટ બારી નિષ્ફળ સાબિત થઈ.
webdunia

નીતૂ સિંહે ને શરૂઆતમાં સફળતા અપાવવામાં નિર્માતા નિર્દેશક નાસિર હુસૈનની 1973માં રજુ ફિલ્મ યાદો કી બારાતનુ મુખ્ય સ્થાન છે. આ ફિલ્મમાં તેમણે એક નાનકડી ભૂમિકા નિભાવવાની તક મળી. ફિલ્મમાં તેમના પર ફિલ્માવેલુ ગીત.. લેકર હમ દિવાના દિલ.. શ્રોતાઓ વચ્ચે ક્રેજ બની ગયુ હતુ. આજે પણ આગીત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી નાખે છે. 
webdunia
વર્ષ 1975માં રજુ ફિલ્મ ખેલ ખેલમે મુખ્ય અભિનેત્રીના રૂપમાં નીતૂ સિંહ સિને કેરિયરની પ્રથમ સુપરહિટ ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મમાં તેમના નાયકના રૂપમાં ઋષિ કપૂર હતા. યુવા પ્રેમ કથા પર આધારિત આ ફિલ્મ દર્શકોને ખૂબ ગમી. ફિલ્મની સફળતાની સાથે જ નીતૂ સિંહ અભિનેત્રીના રૂપમાં ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ઓળખ બનાવવામાં સફળ થઈ. 
webdunia
નીતૂ સિંહની જોડી અભિનેતા ઋષિ કપૂર સાથે ખૂબ પસંદ કરવામાં આવી. નીતૂ સિંહ અને ઋષિ કપૂરની જોડીએ રફુ ચક્કર, ઝેહરીલા, ઈંસાન, જિંદાદીલ, કભી કભી, અમર અકબર એંથોની, અનજાને, દુનિયા મેરી જેબ મે, ઝૂઠા કહી કા, ધન દૌલત, દૂસરા આદમી વગેરે ફિલ્મોમાં યુવા પ્રેમની ભાવનાઓને નિરાલા અંદાજમાં રજુ કર્યુ. 
webdunia
એસીના દસકામાં નીતૂ સિંહ ફિલ્મ ઈંડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં સામેલ હતી. આ દરમિયાન તેણે અનેક ફિલ્મોમાં કામ કરવા માટે પ્ર્સ્તાવ મળ્યા પણ તેણે બધા પ્રસ્તાવ ઠુકરાવી દીધા અને અભિનેતા ઋષિ કપૂર સાથે લગ્ન કરીને ફિલ્મ ઈંડસ્ટ્રીને અલવિદા કહી દીધુ. 
webdunia
આજના સમયમાં ખુદને ફિટ રાખવા માટે નીતૂ પ્રોપર શેડ્યૂલને ફોલો કરે છે. તે રોજ 10 હજાર ડગ ચાલે છે. કેટલા વર્ષો પહેલા એક ઈંટરવ્યૂમાં ખુદની ફિટનેસ પર વાત કરી હતી. તેણે જણાવ્યુ હતુ કે જ્યારે યંગ હતી તો ત્યારે તે વધુ ફિટ અનુભવતી હતી. હુ જ્યારે ફિલ્મો કરતી હતી તો મારુ વજન 68 કિલો હતુ. જીનત અમાન અને પરવીન બાબી બોલીવુડમાં સ્લિમ બોડીનો કલ્ચર લઈને આવી 
 
હતી. તેમણે ઈંટરવ્યુમાં જણાવ્યુ કે બે પ્રેગનેસી પછી તેમનુ વજન લગભગ 25 કિલો વધી ગયુ હતુ. પ્રેગનેંસી દરમિયાન સૌથી વધુ વજન વધે છે. ત્યારબાદ વજન ઓછુ કરવુ જોઈએ અને આ માટે તમારે ટ્રેનરની મદદ લેવી જોઈએ. 


Photo Credit: Instagram.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - નોન વેજ જોકસ