Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમિતાભ બચ્ચન પોતાની સંપત્તિ શ્વેતા તથા અભિષેકને સરખે હિસ્સે આપશે

અમિતાભ બચ્ચન પોતાની સંપત્તિ શ્વેતા તથા અભિષેકને સરખે હિસ્સે આપશે
મુંબઈ: , ગુરુવાર, 2 માર્ચ 2017 (22:37 IST)
ગુરૂવારે અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તેમણે પોતાની તમામ સંપત્તિ દિકરા અભિષેક અને દિકરી શ્વેતાને સરખે ભાગે આપશે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં જેન્ડર ઈક્વાલિટીની વાત કરી છે અને તેમણે જાહેરાત કરી હતી કે તેઓ પોતાની સંપત્તિ શ્વેતા તથા અભિષેકને સરખે હિસ્સે આપશે. અમિતાભ બિગ બી હંમેશા છોકરા-છોકરીમાં સમાનતાની વાત કરતા હોય છે, તેઓ પોતાની દીકરી શ્વેતા નંદાને ખુબ પ્રેમ કરે છે. નોંધનિય છે કે બિગ બી આ પહેલા પણ પોતાની પૌત્રી નવ્યા અને આરાધ્યા માટે પણ એક પત્ર લખી ચૂક્યા છે, જે સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ પણ થયો હતો.

તાજેતરમાં જ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં જેન્ડર ઈક્વાલિટીની વાત કરી છે અને તેમણે જાહેરાત કરી હતી કે તેઓ પોતાની સંપત્તિ શ્વેતા તથા અભિષેકને સરખે હિસ્સે આપશે.  ઘણા લોકો પ્રોપર્ટીમાં પોતાના વારસદાર તરીકે છોકરાને જ પોતાના વારસદાર માને છે. તેમના માટે બિગ બીએ આ પોસ્ટ કરી છે. જેથી તેઓ સમજી શકે કે, છોકરા અને છોકરી એકસમાન છે. તેમને દરેક વસ્તુમાં સમાન હક આપવો જોઇએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ-શેરનો શિકાર