Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ભાભીજી ઘર પર હૈ' ફેમ ફિરોજ ખાનનુ નિધન, હાર્ટ એટેકે લીધો જીવ

firoz khan
, શુક્રવાર, 24 મે 2024 (13:38 IST)
firoz khan
 ભાભીજી ઘર પર હૈ અભિનેતા અને અમિતાભ બચ્ચનના ડુપ્લીકેટ ફિરોજ ખાનનુ હાર્ટ એટેકથી નિધન થઈ ગયુ. 23 મે ના રોજ સવારે બદાયૂમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ફિરોજ બિગ બી મિમિક્રી અને એક્ટિંગ માટે જાણીતા હતા. ટીવી અભિનેતાના મોતથી તેમના ફેંસ અને પરિવારવાળા આધાતમાં છે. 
 
ટીવી જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે ભાભીજી ઘર પર હૈ અભિનેતા ફિરોજ ખાનનુ નિધન થઈ ગયુ છે.  અમિતાભ બચ્ચનની મિમિક્રી અને એક્ટિંગથી જાણીતા ફિરોજ ખાનનુ હાર્ટ એટેકથી મોત થઅયુ  23 મે ના રોજ સવારે બદાયુમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.  તેઓ બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ડુપ્લીકેટ હતા. આ જ કારણે લોકો અભિનેતાને ફિર્જ ખાન અમિતાભ ડુપ્લીકેટ નામથી બોલાવતા હતા. હવે ટીવી અભિનેતાના મોત થી તેમના ફેંસ અને પરિવારના લોકો આધાતમાં છે.  ફિરોજના નિધનના સમાચાર પછી ટીવી ઈંડસ્ટ્રીમાં માતમ છવાયો છે. 
 
ઉલ્લેખનીય છે કે ટીવી જ નહી ફિલ્મ ઈડસ્ટ્રીમાં પણ ધૂમ મચાવી ચુકેલા ફિરોઝ બિગ બી ની મિમિક્રી અને એક્ટિંગ માટે દુનિયાભરમાં ઓળખાય છે.   ફિરોજ ખાન બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ડુપ્લીકેટ બનીને સ્ટારડમ એકત્ર કર્યા બાદ ફિલ્મોમાં કામ કર્યુ. ઉલ્લેખનીય છે કે ગુરૂવાર 23 મે ના રોજ સવારે યૂપીના બદાયૂમાં ફિરોઝ ખાનુ હાર્ટ એટેકથી નિધન થઈ ગયુ.  અમિતાભ બચ્ચનના ડુપ્લિકેટ ફિરોઝ ખાને ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. તે 'ભાબીજી ઘર પર હૈ!', 'જીજા જી છત પર હૈ', 'સાહેબ બીબી ઔર બોસ', 'હપ્પુ કી ઉલટન પલટન' અને 'શક્તિમાન'માં જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમણે ગાયક અદનાન સામીના સુપરહિટ ગીત 'થોડી સી તુ લિફ્ટ કરા દે' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ફિરોઝ ખાન છેલ્લા કેટલાક સમયથી બદાયુમાં હતો અને અહીં રહીને પણ તેઓ ઘણી ઈવેન્ટનો ભાગ રહ્યા હતા.  
 
ફિરોઝ ખાન અમિતાભ બચ્ચનની નકલ કરીને પ્રખ્યાત થયા
ફિરોઝ ખાને 4ઠ્ઠી મેના રોજ બદાઉન ક્લબ ખાતે મતદાર મહોત્સવમાં તેમનું છેલ્લું પ્રદર્શન આપ્યું હતું, જેની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. ફિરોઝ ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતા . અભિનેતાની સૌથી ખાસ વાત એ હતી કે તેમણે ઘણા ફિલ્મ કલાકારોની નકલ કરી હતી, જેમાં દિલીપ કુમાર, શાહરૂખ ખાન, ધર્મેન્દ્ર અને સની દેઓલના નામ સામેલ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jokes- હા, કંજૂસ તો છે