Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

આમિર ખાનને દીનાનાથ મંગેશકર એવોર્ડ, આમિર ખાન 25 વર્ષમાં પહેલીવાર પોતાની ફિલ્મનો એવોર્ડ લેવા ગયા

aamir khan birthday
, રવિવાર, 14 માર્ચ 2021 (07:10 IST)
બોલીવુડ અભિનેતા આમિર ખાનને તેમની ફિલ્મ દંગલ માટે દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આમિરને આ પુરસ્કાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના હાથે આપવામાં આવ્યો.  આ ઉપરાંત ક્રિકેટર કપિલ દેવ અને પોતાના જમાનાની જાણીતી અભિનેત્રી વૈજયંતીમાલાને પણ 75માં માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 
 
ભારત રત્ન લતા મંગેશકરના પરિવાર દ્વારા સંચાલિત દીનાનાથ મંગેશકર પુરસ્કાર માટે આ વર્ષે આમિર ખાનને તેમની ફિલ્મ દંગલ માટે પસંદ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવને ક્રિકેટ જગતમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે આ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 
 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પોતાની પત્ની કિરણ રાવના એક નિવેદનને કારણે આમિર ખાન સંઘના નિશાના પર આવી ગયા હતા અને તેમને અનેક સંગઠનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 
 
માસ્ટર દીનાનાથ પ્રતિષ્ઠાન અને હ્રદયેશ આર્ટ્સ તરફથી દીનાનાથ મંગેશકર એવોર્ડ દર વર્ષે માસ્ટર દીનાનાથ મંગેશકરન સન્માનમાં જુદા જુદા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કરનારી વ્યક્તિઓને પ્રદાન કરવામાં આવે છે. જેમા સંગીત ક્ષેત્ર, સમાજ સેવા, નાટક સાહિત્ય અને સિનેમા ક્ષેત્રનો સાથે જોડાયેલ લોકોને સમાવેશ થાય છે. પોતાની કલાથી જુદા જુદા ક્ષેત્રોમાં વ્યાપક રૂપે પ્રભાવ નાખનારા કલાકારોને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Birthday Special Aamir khan- સફળતાનું બીજુ નામ છે આમિર ખાન