Publish Date: Tue, 16 May 2017 (00:30 IST)
Updated Date: Mon, 15 May 2017 (17:53 IST)
જો આજે તમારો જન્મદિવસ છે તો જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે. રજુ છે 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
તારીખ 16ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 7 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિની અંદર અનેક વિશેષતા રહે છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત થાય છે. તમે ખુલ્લા વિચારના વ્યકતિ છો. તમારી પ્રવૃત્તિ જળની જેમ રહેલી છે. જે રીતે જળ પોતાનો માર્ગ ખુદ બનાવી લે છે તેમ જ તમે તમામ અવરોધોને પાર કરીને પોતાની મંઝીલ મેળવવામાં સફળ રહો છો. તમારી અંદર દીર્ધદ્રષ્ટિ રહેલી છે. કોઈના મનની વાત તરત સમજવામાં તમે નિપુણ છો.
શુભ તારીખ : 7, 16, 25
શુભ અંક : 7, 16, 25, 34
શુભ વર્ષ : 2014, 2018, 2023
ઈષ્ટ દેવ : ભગવાન શિવ અને વિષ્ણુ
શુભ રંગ : સફેદ, પિંક, જાંબલી, મરુણ
કેવુ રહેશે આ વર્ષ
તમારા કાર્યમાં ઝડપી વાતાવરણ રહેશે. તમને દરેક કાર્યમાં તન મનથી લાગ્યા પછી જ સફળતા મળશે. વેપાર વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે. નોકરિયાત વ્યક્તિઓ માટે સમય સારો રહેશે. નવીન કાર્ય યોજના શરૂ કરવાથી પહેલા કેસરનુ લાંબુ તિલક લગાવો અને મંદિરમાં પતાકા ચઢાવો.
મૂલાંક 7ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ
- રવિન્દ્રનાથ ટૈગોર
- અટલબિહારી વાજપેઈ
- પાબ્લો પિકાસો
- કવિતા કૃષ્ણમૂર્તિ