Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ બિહારના 'મોટાભાઈ' બનશે નીતિશ કુમાર ? JDU નુ ધમાકેદાર કમબેક, RJD-કોંગ્રેસ મહા-હાર તરફ

bihar eleciton result 2025
, શુક્રવાર, 14 નવેમ્બર 2025 (12:08 IST)
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ના શરૂઆતના પરિણામો અને ECI ના તાજા આંકડા મુજબ જનતા દળ યૂનાઈટેડ(JDU) રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન  (NDA) માં સૌથી મોટી વ્યક્તિગત પાર્ટીના રૂપમાં ઉભરતી દેખાય રહી છે. જ્યારે કે મહાગઠબંધનના પ્રમુખ દળ રાષ્ટ્રીય જનતા દળ  (RJD) અને કોંગ્રેસ (INC) ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યા છે. આ વલણ મહાગઠબંધન માટે એક મોટો ઝટકો છે. જેની આશા તેજસ્વી યાદવના નેતૃત્વ પર ટકી હતી.  

 
મુખ્ય દળોની સીટોની સ્થિતિ (તાજા પરિણામો પર આધારિત)
 
ભારતીય જનતા પાર્ટી (BJP)- 70-80 JDU સાથે મળીને બહુમતનો આંકડો પાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી. રાષ્ટ્રીય જનતા દળ(RJD) 35-45 
મહાગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી પણ પોતાના 2020 ના પ્રદર્શનથી ઘણી પાછળ 
 
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ - 5-10 સૌથી નિરાશાજનક પ્રદર્શન, લગભગ 61 સીટો પર ચૂંટણી લડવા છતા બેવડી ફિગર સુધી પહોચવુ પણ મુશ્કેલ 
 
NDA ગઠબંધન (કુલ)~150+ બહુમતનો આંકડો (122) સહેલાઈથી પાર 
 
JDU નો મોટા ભાઈ બનવા  : વલણ સ્પષ્ટ રૂપથી દર્શાવે છે કે JDU (75-85 સીટોની બઢત) NDA ની અંદર મોટી પાર્ટી બનીને ઉભરી છે. જે મુખ્યમંત્રી નીતીશ કુમારના સુશાસન અને મહિલા વોટ બેંક પર તેમના વિશ્વાસને મજબૂત કરે છે. 2020 ની ચૂંટણીમાં JDU એ 43 સીટો જીતી હતી. આ વખતનુ પ્રદર્શન એક મજબૂત કમબેક બતાવે છે.  
 
RJD ની મોટી નિરાશા - મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવના નેતૃત્વ વાળી  RJD (35-45 સીટોની બઢત) અગામી (75) સીટોની તુલનામાં ખૂબ જ ઓછી છે. આ પરિણામ યુવાઓ વચ્ચે આશા જન્માવવા અને MY (મુસ્લિમ-યાદવ) બેસ થી બહાર નીકળવાની RJD ની કોશિશો પર પ્રશ્નચિહ્ન લગાવે છે.  
 
કોંગ્રેસની સૌથી કમજોર કડી - કોંગ્રેસ (5-10 સીટોની બઢત) એ મહાગઠબંધનના પ્રદર્શનને સૌથી વધુ નુકશાન પહોચાડ્યુ છે. પાર્ટીએ  જે મોટી સીટો પર ચૂંટણી લડી ત્યા તે પોતાની ગઠબંધન સહયોગી RJD ને પણ જરૂરી સમર્થન આપવામાં વિફળ રહી. આ આંકડા દર્શાવે છે કે કોંગ્રેસનુ પ્રદર્શન મહાગઠબંધન માટે સૌથી મોટી હારનુ કારણ બન્યુ છે.  
 
આ ચૂંટણી પરિણામ સ્પષ્ટ રૂપથી NDA ના પક્ષમાં એકતરફો જનાદેશ બતાવે છે, જ્યા JDU એ મોટી જીત મેળવીને ગઠબંધનનુ નેતૃત્વ કર્યુ છે  બીજી બાજુ  RJD અને કોંગ્રેસની નબળી ઉપસ્થિતિ મહાગઠબંધનની રણનીતિની નિષ્ફળતાને દર્શાવે છે.  

બિહારમાં કયા મોટા નેતાઓ આગળ અને કોણ છે પાછળ 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Maithili Thakur Result- અલીનગર બેઠક પર મૈથિલી ઠાકુરની સ્થિતિ કેવી છે? પરિણામો અહીં તપાસો