Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bihar Election Results 2025: બિહારમાં NDA ની ઐતિહાસિક જીતના 5 મોટા કારણ જેને કારણે તૂટ્યા બધા રેકોર્ડ અને વિપક્ષ થયુ ધ્વ્સસ્ત

NDA Record Win
, શુક્રવાર, 14 નવેમ્બર 2025 (15:57 IST)
બિહાર ચૂંટણીમાં NDA એ એવુ પ્રદર્શન કર્યુ જેણે બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા. સીટોની લહેર હોય કે વોટોનુ મોજુ-ગઠબંધનને દરેક સ્તર પર ભારે સપોર્ટ મળ્યો. પણ સવાલે છે કે આટલી મોટી જીત કેમ મળી ?  તેની પાછળ પાંચ ખૂબ જ મજબૂત કારણો છે. જેમા સામાજીક સમીકરણોની ઠોસ એંજિનિયરિંગ, મહિલાઓનુ ઐતિહાસિક સમર્થન, મોદી ફેક્ટર, વિપક્ષમાં એકતાનો અભાવ અને ગ્રામીણ વિસ્તારોમાં ભારે મતદાન નો સમાવેશ છે. આ કારણે આ ચૂંટણીને  NDA માટે લૈંડમાર્ક સાબિત કરે છે. 
 
 
આ વર્ષે થયેલી ચૂંટણીમા NDA ની જીત ફક્ત એક ચૂંટણી પરિણામ નહી એક રાજનીતિક લહેર હતી જેને દરેક રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યા. વિપક્ષ જ્યા ગઠબંધન બનાવીને મેદાનમાં ઉતરી ત્યા NDA એ જમીન પર એવી રણનીતિ લાગૂ કરી જેણે ચૂંટણીનુ આખુ ગણિત બદલી નાખ્યુ. આવો સમજીએ એ 5 મોટા કારણ જેને લીધે NDA  ને ઐતિહાસિક સફળતા મળી. 
 
 
1. સામાજીક અને જાતિગત સમીકરણોનો શ્રેષ્ઠ ઉપયોગ - સૌથી મોટુ ફેક્ટર આ જ રહ્યુ. એનડીએ ની પાર્ટીઓ (ભાજપ, જેડીયુ વગેરે) એ બિહારમાં ઉડે સુધી પહોંચ   બનાવી છે. ગ્રામીણ અને શહેરી સ્તર પર મજબૂત જનસમર્થન અને પ્રભાવી લોક પ્રતિનિધિત્વ ને કારણે વોટ બેંક સ્થિર રહ્યુ.  .NDA ने એ સમૂહો પર ફોકસ કર્યુ  જેમને મોટેભાગે ચૂંટણી ગણિતમાં નજરઅંદાજ કરવામાં આવે છે.  
અત્યંત પછાત વર્ગ (EBC)
ગૈર યાદવ OBC
દલિત 
મહિલાઓ 
 
વિપક્ષ ‘MY સમીકરણ' (મુસ્લિમ-યાદવ) પર ટક્યુ રહ્યુ, પણ NDA એ તેનાથી અનેક ઘણા મોટા સામાજીક ગઠબંધન બનાવીને આખા રાજ્યમાં વોટોનુ ધ્રુવીકરણ કરી નાખ્યુ. તેનાથી NDA નુ કોર વોટબેસ મજબૂત થયો અને સીટો ઝડપથી વધી. 
 
2. મહિલા વોટરોની ઐતિહાસિક ભાગીદારી - આ ચૂંટણીમાં મહિલાઓએ રેકોર્ડ સંખ્યામાં વોટ નાખ્યા. NDA ની અનેક લાભાર્થી યોજનાઓ જેનો ફાયદો તેમને મળ્યો.  જેવી કે
મફત અનાજ 
ઉજ્જવલા ગેસ 
આવાસ યોજના 
સ્વાસ્થ્ય વીમો
સીધા ખાતામાં મદદ  
આ બધી યોજનાઓને કારણે મહિલા વોટરોનો વિશ્વાસ  NDA તરફ નમ્યો. મહિલાઓની આ મજબૂત લહેર અનેક સીટો પર નિર્ણાયક સાબિત થઈ.  
 
રૂ. 10,000 વાળી મહિલા રોજગાર યોજના સૌથી મોટી ગેમચેંજર મહિલાઓના મોટા પાયા પર મતદાનની પાછળ સૌથી મજબૂત કારણ રહ્યુ - મુખ્યમંત્રી મહિલા રોજગાર, જેના હેઠળ મહિલાઓને રૂ. 10000 ની આર્થિક મદદ આપવાનુ વચન આપ્યુ છે.  આ વચન ફક્ત ચૂંટણી જાહેરાત જેવુ ન લાગ્યુ. પણ સીધી મદદ જેવુ લાગ્યુ. 
 
 
કેમ? કારણ કે બિહારમાં 2022 ની જાતિ વસ્તી ગણતરીમાં જાણવા મળ્યું છે કે 34% પરિવારો દર મહિને રૂ.  6,000 કે તેથી ઓછા પર ગુજરાન ચલાવે છે.
 
આ સંખ્યા SC અને EBC સમુદાયોમાં પણ વધુ છે. આવા પરિવારો માટે, રૂ. 10,000 નો એક વખતનો લાભ આખા મહિનાની આવક કરતાં વધુ છે. આ જ કારણ છે કે આ યોજના મહિલાઓમાં ખૂબ જ લોકપ્રિય બની છે, જેઓ તેને જીવન બદલી નાખનારી મદદ તરીકે જુએ છે.
 
3. મોદી ફેક્ટર-નેતૃત્વની વિશ્વસનીયતા - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જીતની સૌથી મોટી તાકતમાં રહ્યા 
લોકોને વોટ આપ્યા 
વિકાસ 
સુશાસન 
રાષ્ટ્રીય સુરક્ષા 
મોદીની વ્યક્તિગત વિશ્વસનીયતા 
કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રચાર અને પ્રભાવ બંને જમીન પર જોવા મળ્યા. આ જ કારણ છે કે NDA ના ઉમેદવારોને મોદી ફેક્ટરનો વધારાનો લાભ મળ્યો.  
 
દારૂબંદી -હજુ પણ NDA નો મોટો વોટ બૂસ્ટર 
અનેક લોકો માનતા હતા કે દારૂબંદીની અસર હવે ઓછી થઈ ચુકી હશે. પણ હકીકત વિપરિત નીકળી. મહિલાઓએ હજુ પણ દારૂબંધીને NDA નુ સૌથી મોટુ પોઝિટિવ પગલુ માન્યુ. મહિલાઓની દ્રષ્ટિથી  
-ઘરમાં ઝગડા ઓછા થયા 
- પૈસાની બચત વધી 
-પરિવારનુ વાતાવરણ સુધર્યુ 
- ગેરકાયદેસર દારૂના પડકારો છે પણ સિદ્ધાંતના રૂપે દારૂબંદી આજે પણ મહિલાઓમાં NDA નુ  સમર્થનમાં       મજબૂત કરે છે. 
 
4. વિપક્ષ માં એકતાનો અભાવ અને... 
 
વિપક્ષી ગઠબંધન કાગળ પર મજબૂત દેખાતું હતું, પરંતુ બેઠકો અને વ્યૂહરચનાની દ્રષ્ટિએ તે વિભાજિત રહ્યું.
RJD
કોંગ્રેસ
ભારત બ્લોક
ઘણી જગ્યાએ, તેમની વ્યૂહરચના એકસરખી નહોતી. વધુમાં, NOTA અને અપક્ષ ઉમેદવારોએ પણ વિપક્ષી મતોમાં ઘટાડો કર્યો, જેનો સીધો ફાયદો NDAને થયો.
 
વોટર લિસ્ટ વિવાદ - નારાજગી નહી રેકોર્ડ વોટિંગમાં બદલી 
સ્પેશ્યલ ઈંટેસિવ રિવિજન (SIR)  પછી જાણ થઈ કે મહિલા વોટર રેશિયો 907 થી ઘટીને 892 રહી ગયો એટલે કે લગભગ 5.7  લાખ મહિલાઓનુ નામ લિસ્ટમાંથી હટી ગયુ. તેને મહિલાઓમા ગુસ્સો અને જાગૃતતા બંને વધાર્યા. વિપક્ષે તેને વોટ ચોરી ગણાવી. પણ આ વિવાદ મહિલાઓને ગભરાવી શક્યો નહી  પણ તેમને પોતાનુ નામ ચેક કર્યુ. બીજાઓનુ પણ ચેક કરાવ્યુ અને એ નક્કી કર્યુ કે દરેક પરિસ્થિતિમાં મત નાખીને આવશે. પરિણમ - મહિલા વોટિંગ ઘણી વધી ગઈ.
 
5. ભારે મતદાન - ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમા 
 
ગામડામાં રેકોર્ડ મતદાન થયુ. NDA એ આ વખતે સ્થાનીક મુદ્દાને પ્રાથમિકતા આપી.    
માર્ગ 
વીજળી 
રોજગાર 
અભ્યાસ 
સ્વાસ્થ્ય 
 
આ મુદ્દા પર કરવામાં આવ્યો મજબૂત પ્રચાર ગ્રામીણ વોટોને NDA ની તરફ લઈ આવ્યો. મહિલાઓ અને યુવાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો.  વધારાનુ ફેક્ટર્સ જેમણે જીતને વધુ મોટી બનાવી.  
 
1.80 લાખ જીવિકા દીદીઓએ વોટિંગ મશીનની જેમ કામ કર્યુ. જીવિકા દીદી નેટવર્ક મહિલાઓનુ સૌથી મોટુ સંગઠન છે. ચૂંટણી પંચે 
- ફોર્મ ભરવુ 
- માહિતી આપવી 
- પહેલીવાર વોટ કરનારાઓને  ગાઈડ કરવા 
- આ બધા કામ માટે 1.80 લાખ જીવીકા દીદીઓને મેદાનમાં ઉતારી 
 
આની સૌથી મોટી અસર પડી - પહેલી વાર વોટિંગ કરનારી યુવતીઓ પર  
SC/EBC  મહિલા વોટરો પર, નાના ગામમાં રહેનારી મહિલાઓ પર  
આ દીદીઓની સક્રિયતાએ મહિલા વોટિંગને ઐતિહાસિક બનાવી દીધી.  
 
BJP નુ મજબૂત બૂથ નેટવર્ક અને પન્ના પ્રમુખ્ક મોડલ - ડિઝિટલ અને સોશિયલ મીડિયાનો આક્રમક ઉપયોગ . અમિત શાહ, યોગી આદિત્યનાથ જેવા મોટા નેતાઓનો હાઈ વોલ્ટેજ પ્રચાર.  NDA ની રેકોર્ડ જીત કોઈ એક કારણે નથી. પણ એક કમ્બાઈંડ ઈફેક્ટ હતી. સામાજીક તાલમેલ, મહિલા વોટરોનો વિશ્વાસ, મોદીનુ નેતૃત્વ, વિપક્ષમાં એકજૂટતાનો અભાવ અને ગ્રામીણ મતદાઓનુ અભૂતપૂર્વ સમર્થન. આ બધુ મળીને ચૂંટણીને NDA ની ઐતિહાસિક જીતમાં બદલી નાખી.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bihar election result 2025 Party wise seats: બિહાર ચૂંટણી પરિણામ 2025, પક્ષવાર સ્થિતિ