Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેરિસનું ઐતિહાસિક નૉટ્ર ડામ કૅથેડ્રલ સરકાર ફરી બનાવશે

પેરિસનું ઐતિહાસિક નૉટ્ર ડામ કૅથેડ્રલ સરકાર ફરી બનાવશે
, મંગળવાર, 16 એપ્રિલ 2019 (11:08 IST)
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રોંને કહ્યું કે એમની સંવેદના ફ્રાંસના લોકો સાથે છે અને સરકાર ફરીથી નોટ્ર ડામ કૅથેડ્રલનું નિર્માણ કરશે. અગાઉ પેરિસના 850 વર્ષ જૂના અને વિશ્વવિખ્યાત નોટ્ર-ડ્રામ કૅથેડ્રલમાં આગ લાગી હતી અને જોતજોતામાં સમગ્ર ઇમારતને ઝપેટમાં આવી ગઈ હતી.
 
આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી પણ દેવળમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું. અધિકારીઓનું માનવું છે કે બની શકે કે આગ આ જ કારણસર લાગી હોય
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાના ચાર માસ દરમિયાન 'સામાન્ય-જેવો' વરસાદ પડશે. મોસમની પ્રથમ આગાહી કરતા હવામાન વિભાગે સરેરાશ 96 ટકા વરસાદ પડવાની વાત કરી છે.
 
અર્થ-સાયન્સ મંત્રાલયના સચિવ એમ. રાજીવને પત્રકાર પરિષદમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે એવી શક્યતા વ્યક્ત કરી. નોંધનીય છે કે પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિને જોતાં આ વખતનું ચોમાસું નબળું રહે એવો ભય વ્યક્ત કરાયો હતો. 
 
આગ પર નવ કલાક પછી કાબુ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ મુખ્ય દેવળનું શિખર અને છત ધસી પડ્યાં છે. જોકે, ચર્ચની મુખ્ય ઇમારત અને બે મિનારાઓને બચાવી લેવામાં આવ્યા છે. ગત વર્ષે જ આ કૅથલિક દેવળને બચાવવા માટે આર્થિક સહયોગની અપીલ કરાઈ હતી.
 
અત્યંત જૂની હોવાને કારણે ઇમારત જીર્ણ અવસ્થામાં ઊભી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રોંને કહ્યું છે કે તેમની સંવેદના કૅથલિક સમુદાય અને ફ્રાન્સના લોકો સાથે છે, જેમને આ દૂર્ઘટનાને કારણે આઘાત લાગ્યો છે. એમણે કહ્યું મારા દેશવાસીઓની સાથે હું પણ ખૂબ જ વ્યથિત છું. આપણો એક હિસ્સો સળગી રહ્યો છે એ જોઈને હું તકલીફ અનુભવી રહ્યો છું.
 
રાષ્ટ્રપતિભવનના અધિકારીઓએ કહ્યું કે આગ લાગવાની ખબર પછી રાષ્ટ્રપતિએ દેશના લોકોને સંબોધિત કરવાનો પૂર્વાયોજિત કાર્યક્રમ રદ કરી દીધો છે. દેવળ સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું કે આગ પૂરા ભાગમાં લાગી હતી. ઘટના સ્થળ પર હાજર પેરિસના મેયર એન હિડાલ્ગોએ કહ્યું કે આગ ખૂબ જ ભયાનક હતી. તેમણે લોકોને અપીલ કરી કે અગ્નિશમન ટૂકડી દ્વારા બનાવવામાં આવેલા ઘેરાનો પાર ન કરે અને નિયમોનું પાલન કરે.
 
અમેરિકન પ્રમુખે પણ આ અંગે ટ્ટીટ કરી ચર્ચને બચાવી લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હૅલિકૉપ્ટર્સ થકી પાણી છોડી આગને રોકવાની કોશિશ કરવામાં આવે.
 
બે વિશ્વયુદ્ધોનું સાક્ષી ઐતિહાસિક ચર્ચ
 
આ ઇમારત દુનિયાના સૌથી પ્રાચીન કૅથેડ્રલ પૈકી એક છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીં ફરવા આવે છે. બીબીસી સંવાદદાતા હેનરી ઍસ્ટિર કહે છે કે આ ઇમારત ફ્રાંસની ઓળખ છે. ફ્રાંસની કોઈપણ ઇમારત ફ્રાંસને એ રીતે રજૂ નથી કરતી જે રીતે નોટ્ર ડામ કૅથેડ્રલ કરે છે. જો પેરિસના એફિલ ટાવરને કોઈ ઇમારત ટક્કર આપતી હોય તો આ ચર્ચ છે. વિક્ટર હ્યૂગો રચિત દેશની મહાન સાહિત્યિક કૃતિનું નામ પણ એના પરથી ધ હંચબૈક ઑફ નૉટ્ર ડામને નૉટ ડ્રામ ધ પેરિસ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રાંસની ક્રાંતિ વખતે આ ઇમારતને ખૂબ નૂકસાન થયું હતું. આ ઇમારત ક્રાંતિ અને બે વિશ્વયુદ્ધો જોઈ ચૂકી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ બબ્બરને દોડાવી-દોડાવીને મારવાની બસપાના નેતાની ધમકી