ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાના ચાર માસ દરમિયાન 'સામાન્ય-જેવો' વરસાદ પડશે.
મોસમની પ્રથમ આગાહી કરતા હવામાન વિભાગે સરેરાશ 96 ટકા વરસાદ પડવાની આગાહી કરી છે.
અર્થ-સાયન્સ મંત્રાલયના સચિવ એમ. રાજીવને પત્રકાર પરિષદમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે એવી શક્યતા વ્યક્ત કરી.
નોંધનીય છે કે પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિને જોતાં આ વખતનું ચોમાસું નબળું રહે એવો ભય વ્યક્ત કરાયો હતો.