Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UK Election : બૉરિસ જૉન્સન ફરી PM બનશે, કન્ઝર્વેટિવ પાર્ટીને સ્પષ્ટ બહુમત

UK Election : બૉરિસ જૉન્સન ફરી PM બનશે, કન્ઝર્વેટિવ પાર્ટીને સ્પષ્ટ બહુમત
, શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (11:00 IST)
બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ફરી એક વખત કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર બનશે અને બૉરિસ જૉન્સન ફરી વડા પ્રધાન બનશે. હજુ મત ગણતરી ચાલુ છે, પરંતુ બે-તૃતીયાંશ મતગણતરી થઈ ગઈ છે અને વિપક્ષ લેબર પાર્ટીએ તેના પ્રભુત્વવાળા વિસ્તારમાં ખરાબ પ્રદર્શન કર્યું છે.
 
બ્રિટનના વડા પ્રધાન જૉન્સને કહ્યું હતું કે યુરોપીય સંઘથી અલગ થવા અને બ્રેક્ઝિટ ડીલ લાગુ કરવા તેમને તેમને નવેસરથી જનાદેશ મળ્યો છે.
 
લેબર નેતા જેર્મી કૉર્બિને કહ્યું હતું કે 'લેબર પાર્ટી માટે હતાશ કરનારી રાત છે.'
 
650 સંસદસભ્યના ગૃહમાં બહુમત માટે 326 સંસદસભ્યોની જરૂર હતી એક અંદાજ મુજબ 2017ની સરખામણીએ લેબર પાર્ટીને 65 બેઠક ઓછી મળશે.
 
બ્રેક્ઝિટ ઉપર અસર
 
બૉરિસ જૉન્સને તેમનો સમગ્ર ચૂંટણીપ્રચાર યુરોપીય સંઘથી અલગ થવા ઉપર કેન્દ્રીત રાખ્યો હતો.
 
યુરોપીય સંઘે બ્રેક્ઝિટ માટે 31 જાન્યુઆરી 2020 સુધીની સમયમર્યાદા રાખી હતી.
 
જો એ પહેલાં બ્રિટનની સંસદ કોઈ કરારને મંજૂરી આપી દે, તો તે ઈ.યુ.થી અલગ થઈ શકશે.
 
જો ઍક્ઝિટ પોલ મુજબ તારણ આવ્યા તો વડા પ્રધાન બૉરિસ જૉન્સન પોતાની શરતો મુજબ ઈ.યુ.થી અલગ થશે.
 
જૉન્સન સરકારમાં ગૃહમંત્રી પ્રીતિ પટેલ અગાઉ જ કહી ચૂક્યાં છે કે નવી સરકાર વહેલામાં વહેલી તકે બ્રેક્ઝિટ લાગુ કરવા પ્રયાસ કરશે અને નાતાલ પહેલાં જ સંસદમાં બિલ રજૂ કરી દેવાશે.
 
2016માં બ્રિટનમાં જનમત સંગ્રહ થયો હતો, જેમાં 52 ટકા લોકોએ યુરોપિયન યુનિયનથી અલગ થવા માટે અને 48 ટકા લોકોએ સાથે રહેવા માટે મતદાન કર્યું હતું.
 
 
ઍક્ઝિટ પોલના તારણની સાથે જ ટ્વિટર ઉપર #CorbynOut ટ્રૅન્ડ થવા લાગ્યું હતું.
 
લેબર પાર્ટીના ઉમેદવાર સિયોભાન મૈકડોનાએ કોર્બિન ઉપર નિશાન સાધતા ટ્વિટર ઉપર લખ્યું: "એક માણસની ભૂલને કારણે આમ થયું છે."
 
"જર્મિ કૉર્બિનનો ચૂંટણીપ્રચાર, તેમનો ચૂંટણીઢંઢેરો અને તેમનું નેતૃત્વ."
 
બ્રિટનનના વડા પ્રધાન બૉરિસ જૉન્સને ટ્વીટ કરીને લખ્યું, "મહાન દેશના આપ સર્વેએ મતદાન કર્યું. પાર્ટી માટે મતદાન કરનાર, પાર્ટી માટે કામ કરનાર તથા પાર્ટીના ઉમેદવાર બનનાર તમામનો આભાર."
 
"આપણે વિશ્વના મહાન લોકતંત્રમાં રહીએ છીએ."
 
લેબર પાર્ટીના શૅડો ચાન્સેલર જૉન મૈકડૉનલે કહ્યું કે જો ઍક્ઝિટ પોલ મુજબ પરિણામ આવશે, તો તે ખૂબ જ નિરાશાજનક હશે. તેમણે કહ્યું, "મને લાગતું હતું કે બંને પાર્ટી વચ્ચે સઘન મુકાબલો થશે."
 
"મોટાભાગના લોકોને લાગતું હતું કે બંને પક્ષ વચ્ચે બહુ થોડો ફરક હશે."
 
બ્રિટનની ચૂંટણી
 
બ્રિટનમાં ગુરુવારે ચૂંટણી યોજાઈ, પાંચ વર્ષથી ઓછા સમયમાં ત્રીજી ચૂંટણી હતી. ગત બે ચૂંટણી વર્ષ 2015માં અને વર્ષ 2017માં યોજાઈ હતી..
 
સામાન્ય રીતે બ્રિટનમાં દર ચાર કે પાંચ વર્ષે ચૂંટણી યોજાતી હોય છે.
 
ગત 100 વર્ષમાં પહેલી વખત ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઈ હતી. વર્ષ 1974 બાદ પ્રથમ વખત શિયાળામાં ચૂંટણી યોજાઈ રહી છે.
 
ઇંગ્લૅન્ડ, વૅલ્સ, સ્કૉટલૅન્ડ અને નૉર્ધન આયર્લૅન્ડની 650 બેઠકો પર સ્થાનિક સમયાનુસાર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.
 
આ મતદાન રાતના 10 વાગ્યા સુધી ચાલ્યું અને એ બાદ તત્કાલ મતોની ગણતરી શરૂ થઈ અને ગણતરીના કલાકોમાં વલણ મળવા લાગ્યું હતું.
 
બ્રિટન, કૉમનવેલ્થ કે આયર્લૅન્ડના 18 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના નાગરિકો મતદાન કરી આગામી સરકારનું ભાવિ ઘડ્યું હતું.
 
ભારતીય સમય પ્રમાણે, શુક્રવારની સવાર સુધી મોટા ભાગનાં પરિણામો આવી જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રિટેઇલ ફુગાવો 3 વર્ષની ટોચે