Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Pray_for_Nesamani મોદીના શપથની ચર્ચા વચ્ચે કોના માટે પ્રાર્થના કરી રહ્યા છે લોકો?

#Pray_for_Nesamani મોદીના શપથની ચર્ચા વચ્ચે કોના માટે પ્રાર્થના કરી રહ્યા છે લોકો?
, ગુરુવાર, 30 મે 2019 (23:20 IST)
નરેન્દ્ર મોદી જ્યારે બીજી વાર ભારતના વડા પ્રધાન તરીકે શપથ લેવાની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા હતી ત્યારે ઘણા યૂઝર્સ 'નેસામણિ' નામની એક વ્યક્તિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
 
ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં નેસામણિ નામની એક વ્યક્તિ માટે પ્રાર્થના ચાલી રહી છે.
 
સોશિયલ મીડિયા પર #પ્રે_ફૉર_નેસામણી # Pray_for_Nesamani પહેલાં ભારતમાં અને પછી દુનિયામાં ટ્રૅન્ડ કરવા લાગ્યું.
 
પણ કોઈને એ જાણકારી નહોતી કે જેના માટે પ્રાર્થનાના સંદેશા પોસ્ટ કરવામાં આવી રહ્યા છે તે વ્યક્તિ કોણ છે.
 
 
 
તમિલ ફિલ્મોના જાણીતા કૉમેડિયન વાદિવેલુએ આ પાત્ર ભજવ્યું હતું.
 
તેમના માટે પ્રાર્થના કરવા પાછળ, 'ફ્રેન્ડ્સ' નામની ફિલ્મનો એક સીન છે, જેમાં તેઓ એક ઐતિહાસિક ઇમારતનું પુનર્નિર્માણ કરી રહ્યા હતા અને તેમની સાથે સહકર્મીઓ પણ હતા.
 
અને ત્યારે જ એક સાથીના હાથમાંથી હથોડી પડી જાય છે અને નેસામણિના માથા પર પડી જાય છે. નેસામણિ નીચે પડી જાય છે.
 
સોશિયલ મીડિયા પર ભારત અને દુનિયામાં નેસામણિ ચર્ચાનો વિષય બની ગયા છે.
 
પણ નેસામણિ ટ્રૅન્ડ કેમ બન્યા?
 
'દ ન્યૂ મિનિટ' નામની વેબસાઈટના ફિલ્મ-સંપાદક સૌમ્યા રાજેન્દ્રન કહે છે કે પાકિસ્તાનના એક મીમ પેજ પર બુધવારથી તેની શરૂઆત થઈ છે.
 
સિવિલ એન્જિનિયરિંગ લર્નર્સના પેજ પર હથોડીની તસવીર પોસ્ટ કરી પૂછવામાં આવ્યું હતું કે 'તમારા દેશમાં આ સાધનને શું કહેવાય?'
 
એક તમિલ ફેસબુક યૂઝરે તેના જવાબમાં લખ્યું હતું, 'સુથિયાલ અને કૉન્ટ્રેક્ટર નેસામણિનું માથું આનાથી તોડવામાં આવ્યું હતું.'
 
એ બાબત ધ્યાને લેવી જોઈએ કે તેઓએ આ જવાબમાં ફિલ્મનો ઉલ્લેખ નહોતો કર્યો.
 
 
 
પણ વાદિવેલુ આ વિશે શું માને છે?
 
સૌમ્યા રાજેન્દ્રન જણાવે છે કે વાદિવેલુ સોશિયલ મીડિયા પર સક્રિય નથી. અને તેમણે કહ્યું કે આ વિશે તેમને કોઈ જાણકારી નથી કે સોશિયલ મીડિયા પર નેસામણિ કેમ ટ્રૅન્ડ થઈ રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નરેન્દ્ર મોદીએ આજે સતત બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા, 58 મંત્રીઓએ શપથ લીધા, 24 કેબિનેટ મંત્રીઓ સામેલ