Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોટર વિહિકલ ઍક્ટ : ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો, કઈ બાબત માટે કેટલો દંડ?

મોટર વિહિકલ ઍક્ટ : ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો, કઈ બાબત માટે કેટલો દંડ?
, શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (10:42 IST)
મંગળવારે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવા મોટર વિહિકલ ઍક્ટની જોગવાઈઓને સ્વીકારી છે, જે 16મી સપ્ટેંબરથી લાગુ થશે.
રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવેલાં દંડની જોગવાઈઓને ઘટાડીને લાગુ કરી છે.
રાજ્યમાં લાગુ થયેલી નવી જોગવાઈઓ બાદ દંડની રકમ અગાઉ કરતાં બેથી પાંચ ગણી વધી જશે.
જો, વાહનચાલક પાસે જરૂરી ડૉક્યુમૅન્ટની ડિજિટલ લૉકરમાં સોફ્ટ કૉપી હશે તો તેને માન્ય ગણવામાં આવશે.
રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 'આ કાયદો છે અને તે રાજનેતા કે વીઆઈપી સહિત તમામને લાગુ પડશે.'
 
 
રોજિંદી બાબતોમાં દંડની જોગવાઈઓ
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દંડ અંગેની વિગતો આપી હતી.
હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂ. 500 કરી દેવામાં આવી છે, જે અગાઉ રૂ. 100 હતી. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે.
જો ટૂ-વ્હિલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલ્મેટ નહીં હોય તો તેને કોઈ દંડ નહીં થાય. પરંતુ ટ્રિપલ સવારી માટે દર વખતે રૂ. 100-100નો દંડ થશે.
સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂ. 500નો દંડ થશે, કેન્દ્ર સરકારના કાયદામાં રૂ. 1000 ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
આર.સી. બૂક (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) વગર કોઈ વાહન ચલાવતા પકડાશે તો પહેલી વખત રૂ. 500 અને બીજી વખત પકડાશે તો રૂ. 1,000નો દંડ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભોપાલમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટો અકસ્માત, બોટ પલટી જવાથી 11ની મૌત