Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીના હેલિકૉપ્ટરની કથિત તપાસ કરનાર અધિકારી સસ્પેન્ડ

મોદીના હેલિકૉપ્ટરની કથિત તપાસ કરનાર અધિકારી સસ્પેન્ડ
, ગુરુવાર, 18 એપ્રિલ 2019 (10:29 IST)
ચૂંટણીપંચે બુધવારે ઓડિશામાં સામાન્ય નિરીક્ષક તરીકે મૂકેલા એક અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.
આ અધિકારીએ કથિત રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકૉપ્ટરની ચકાસણી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
મોદી ઓડિશાના સાંભલપુર ખાતે રેલી સંબોધવા ગયા ત્યારે આ ઘટના બની હતી.
1996ની બૅન્ચના કર્ણાટક કૅડરના IAS અધિકારી મોહમ્મદ મોહસિન પર ચૂંટણીપંચના નિર્દેશોનો ભંગ કરવાનો આરોપ છે.
જિલ્લા કલેક્ટર અને નાયબ પોલીસ મહાનિરીક્ષકના રિપોર્ટ બાદ ચૂંટણીપંચે આ કાર્યવાહી કરી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી LIVE: દેશભરમાં અનેક રાજ્યોમાં મતદાન, અનેક લોકોએ કર્યું મતદાન