Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભા ચૂંટણી દેશભરમાં અનેક રાજ્યોમાં મતદાન, અનેક લોકોએ કર્યું મતદાન

loksabha election 2019- 2 phase
, ગુરુવાર, 18 એપ્રિલ 2019 (09:50 IST)
લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં દેશભરમાં 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 95 બેઠકો પર મતદાન.
બીજા તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપરુ, ઓડિશા, પુડ્ડુચેરી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની બેઠકોનો સમાવેશ.
18 એપ્રિલના રોજ કુલ 97 બેઠકો પર મતદાન થવાનું હતું પરંતુ બે બેઠકો પર ચૂંટણી રદ થતા હવે 95 બેઠકો પર મતદાન.
કોણે કર્યું મતદાન?
લોકસભા ચૂંટણીના બીજી તબક્કાના મતદાનમાં અનેક લોકો મતદાન કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં નવદંપતિએ મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું.
 
કર્ણાટકના મુખ્ય મંત્રી એચ. ડી. કુમારસ્વામીએ તેમનાં પત્ની અનિતા કુમારસ્વામી અને પુત્ર સાથે મતદાન કર્યું હતું.
 
ડીએમકેના નેતા અને હાલ તામિલનાડુની તૂથુકોડી બેઠક પરથી ઉમેદવાર કનિમોઝીએ મતદાન કર્યું હતું. બે દિવસ પહેલાં જ કનિમોઝીના નિવાસસ્થાન પર આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા.
મતદાન કર્યા બાદ કનિમોઝીએ કહ્યું કે વિપક્ષમાં રહેલા લોકોને પરેશાન કરવામાં આવે છે, વિપક્ષના લોકોને નિશાન બનાવીને દરોડા પાડવામાં આવે છે. ભાજપે AIADMK પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ મેળવી લીધું છે.
webdunia
સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નઈ ખાતે મતદાન કર્યું હતું.
webdunia
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે દક્ષિણ બેંગાલુરુની બેઠકના એક પોલિંગ બૂથ પર મતદાન કર્યું હતું.
ફિલ્મ કલાકાર અને બેંગાલુરુ સેન્ટ્રલથી અપક્ષ ઉમેદવાર પ્રકાશ રાજ મતદાન કરવા માટે આ રીતે લાઇનમાં ઊભા રહ્યા હતા.સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ કલાકાર અને મક્કલ નિધિ માઇમ પક્ષના પ્રમુખ કમલ હસન અને તેમનાં પુત્રી શ્રુતી હસને મતદાન કર્યું હતું.
પુડ્ડુચેરીમાં પણ આજે એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે, અહીં મુખ્ય મંત્રી વી. નારાયણ સામીએ મતદાન કર્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિગ્વિજય સિંહને ટક્કર આપવા BJP એ સાધ્વી પ્રજ્ઞા પર જ કેમ પસંદગી ઉતારી ?