Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતમાં ક્યારે યોજાશે ચૂંટણી અને શું રહેશે કાર્યક્રમ?

લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતમાં ક્યારે યોજાશે ચૂંટણી અને શું રહેશે કાર્યક્રમ?
, ગુરુવાર, 28 માર્ચ 2019 (15:50 IST)
ચૂંટણી પંચના ગેઝેટ નોટિફિકેશનની સાથે જ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી કરવાની પ્રક્રિયા શરૂ થઈ. 
 
- ગુજરાતની 26 બેઠકો માટે તા.23મી એપ્રિલના દિવસે ચૂંટણી યોજાશે, જ્યારે તા. 23મી મેના દિવસે પરિણામ જાહેર થશે.
 
- તા. ચોથી એપ્રિલ સુધીમાં ઉમેદવારી કરી શકાશે, તા. 5મી એપ્રિલે ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે.
 
- તા. 8મી એપ્રિલ સુધીમાં ઉમેદવાર તેમની દાવેદારી પરત ખેંચી શકે છે.
 
- આ સાથે નવમી માર્ચની સ્થિતિ પ્રમાણે ખાલી પડેલી વિધાનસભા બેઠકો ઉપર પણ મતદાન યોજાશે.
 
-  તા. 27મી મેના દિવસે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.
 
- ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી તમામ 26 બેઠક જીતી હતી, જે કોઈ પણ રાજકીય પક્ષનું રાજ્યમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
 
 એક નજર ગુજરાતની લોકસભા ચૂંટણી કાર્યક્રમ અને તેના ઇતિહાસ ઉપર.

ગુજરાતની 26 બેઠકો
ગુજરાતમાં કુલ 26 બેઠક 

webdunia

સ્રોત - ચૂંટણી પંચ
ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે, જેમાં 20 બેઠકો બિનઅનામત છે, ચાર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ તથા બે બેઠકો શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે, જેથી તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળી રહે.
 
નવસારી, અમરેલી, પોરબંદર, આણંદ, વડોદરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ ઇસ્ટ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત અને નવસારી બિનઅનામત બેઠક છે.
 
જ્યારે, દાહોદ (ST), બારડોલી (ST), વલસાડ (ST), અને છોટા ઉદેપુર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ માટે અનામત રાખવામાં આવી છે.
 
અમદાવાદ વેસ્ટ (SC) અને કચ્છ (SC) બેઠક શિડ્યુલ્ડ ટ્રાઇબ માટે અનામત રાખવામાં આવી છે.
 
ગુજરાતમાં 51709 મતદાન મથકો ઉપર 4.47 કરોડ મતદાતા તેમના મતાધિકારનો પ્રયોગ કરશે.
 
ચૂંટણી પંચ દ્વારા મતદાતાનો પ્રયોગ કરી શકે તે માટે રંગીન ફોટો આઈડી કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે.
 
જેના વિકલ્પરૂપે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કર્મચારી તરીકેના ઓળખપત્ર, બૅન્ક કે પોસ્ટ ઓફિસની ફોટોગ્રાફવાળી પાસબુક, પાનકાર્ડ, આધારકાર્ડ, ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલાં સ્માર્ટકાર્ડ, મનરેગા જોબકાર્ડ, શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલાં હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટકાર્ડ, તથા તસવીર સાથેના પેન્શન કાગળની મદદથી વોટિંગ કરી શકાશે.
 
ફ્લૅશબૅક 2014
webdunia
16મી લોકસભા વખતે તા. 5મી માર્ચના ચૂંટણી જાહેર થઈ હતી અને એ સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો હતો.
 
તા. 30મી એપ્રિલ 2014ના દિવસે (સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી) ચૂંટણી યોજાઈ હતી અને 16મી મે, 2014ના દિવસે ચૂંટણી પરિણામ જાહેર થયાં હતાં. 
 
વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવાર અને ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા.તેમણે તા. 26મી મે 2014ના દિવસે વડા પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો.
 
ગુજરાતમાં ગાંધીનગરની બેઠક ઉપર પ્રથમ વખત VVPAT (વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ)નો ઉપયોગ થયો હતો, તે સમયે 170 મશીનનો ઉપયોગ થયો હતો.
 
લોકસભા ચૂંટણી જંગમાં કુલ 334 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું, મતલબ કે સરેરાશ દરેક બેઠક ઉપર 13 ઉમેદવાર હતા.
 
સૌથી ઓછા ઉમેદવાર છોટા ઉદેપુર બેઠક પર હતા, જ્યાં માત્ર ચાર ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, સૌથી વધુ ઉમેદવાર જામનગરની બેઠક ઉપર હતા, જ્યાં 25 ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું.
 
આંકડાઓ 2014ની ચૂંટણી
 
ગત વખતે કુલ 40578577 (21210291 પુરુષ, 19368001 મહિલા તથા અન્ય 285) મતદાતા હતા. આ સિવાય ચૂંટણી ફરજ બજાવતા મતદાતા 24527 (18798 પુરુષ તથા મહિલા 5729) હતા. 27368 સ્થળોએ 45383 પોલિંગ સ્ટેશન ઉપર મતદાન યોજાયું હતું. સરેરાશ એક પોલિંગ સ્ટેશન ઉપર 894 મતદાતા હતા.
 
અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર સૌથી ઓછા 1471 પોલિંગ સ્ટેશન હતા, જ્યારે સાબરકાંઠાની બેઠક ઉપર સૌથી વધુ 2147 પોલિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા હતા. 
 
ગત વખતે ગુજરાતમાં સરેરાશ 63.66 ટકા મતદાન થયું હતું, જેમાં પોસ્ટલ બૅલેટથી થયેલા (0.36 ટકા) મતદાનનો પણ સમાવેશ થાય છે.
 
પુરુષોમાં મતાદનની ટકાવારી 66.9% અને મહિલાઓમાં મતદાનની ટકાવારી 59.44 % રહી હતી.
 
ઇતિહાસની આરસીમાં
 
વર્ષ 1960માં બોમ્બે રાજ્યમાંથી ભાષાના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્થાપના થઈ હતી.
 
1962માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી, ત્યારે 22 લોકસભા બેઠકો હતી.
 
ત્યારબાદ 1967માં આ બેઠકની સંખ્યા વધીને 24 થઈ, પુનર્ગઠનના આધારે આ સંખ્યા 1977માં 26 ઉપર પહોંચી ગઈ.
 
ત્યારથી 16મી લોકસભા ચૂંટણી સુધી ગુજરાત 26 સાંસદોને લોકસભામાં મોકલે છે અને આ વખતે પણ 26 બેઠકો ઉપર મતદાન યોજાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી વચ્ચે આવી નકલી નોટ