લોકસભા ચૂંટણીનો શોરગુલ ચાલી રહ્યો છે એવામાં ઠાણેમાં 200 રૂપિયાની બનાવટી ચલણ મળી આવતા એકદમ જ ખલબલી મચી ગઈ છે. . ગ્રામ પંચાયતનો કર્મચારી જ્યારે ગૃહ ઋણની વસૂલી કરેલ રકમ ભરવા માટે બેંકમાં ગયો ત્યારે આ સમગ્ર માહિતી બહાર આવી હતી.
આ 200 રૂપિયાની નોટમાં વોટરમાર્ક વચ્ચે ગાંધીજીનો ફોટો દેખાતો નથી. એ જ રીતે લીલી ઉભી પટ્ટીમાં આરબીઆઈ એવુ પણ લખ્યુ નથી. આ ઉપરાંત સામાન્ય 200 રૂપિયાની નોટ કરતા આ નોટ 2 એમએમ નાની છે.
ઠાણેનો ગ્રામ પંચાયતનો કર્મચારી જ્યારે હોમ લોનની વસૂલી કરેલી રકમ ભરવા માટે બેંકમાં ગયો ત્યારે સંબંધિત કેશિયરે નોટ નકલી છે એવુ કહીને પરત આપી. વધુમાં કહીએ તો આ બાબતે ક્યાય પણ વિવાદ કરવામાં આવ્યો નહી. લોકસભા ચૂંટણી આવી છે તેથી જ તો કંઈ નકલી નોટો બજારમાં આવી તો નથી ને એવી શંકાઓ ઉભી થઈ છે. આ બાબતની તપાસ ચાલી રહી છે.