Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરામાં ઘરમાં ઊંઘતી 5 મહિનાની બાળકી પર કૂતરાએ હિંસક હુમલો કર્યો, માતાએ ભારે જહેમતે બચાવી

વડોદરામાં ઘરમાં ઊંઘતી 5 મહિનાની બાળકી પર કૂતરાએ હિંસક હુમલો કર્યો, માતાએ ભારે જહેમતે બચાવી
, સોમવાર, 4 જુલાઈ 2022 (09:32 IST)
વડોદરાના સમતા વિસ્તારમાં ગ્રાઉન્ટ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં ઊંઘતી માત્ર પાંચ મહિનાની બાળકી પર કૂતરાએ હિંસક હુમલો કર્યો હતો. કૂતરાએ બાળકીનું માથું ફાડી નાખ્યું હતું અને તેનું લોહી ચાટી રહ્યું હતું. જોકે માતાને નજર પડતાં ભારે જહેમત બાદ તે પોતાની વહાલસોયી બાળકીને બચાવી હતી. બાળકીને હાલ ગંભીર હાલતમાં ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં તરસાલી રોડ પર રખડતા ઢોરના કારણે માતા-પુત્રી ટૂ-વ્હીલર પરથી પટકાયા અને લોહીલુહાણ થઇ ગયા અને તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં હવે મોડી સાંજે સમતા વિસ્તારમાં રખડતા કૂતરાએ બાળકી પર એવો હુમલો કર્યો કે કંપારી છૂટી જાય. ઘરમાં આવી ગયેલા કૂતરાએ ઘોડિયામાં ઉંઘી રહેલી મારી માસૂમ દીકરી પર હુમલો કર્યો હતો અને તેનું માથું ફાડી નાખ્યું હતું. પાણી ભરવા ગયેલી મારી પત્ની પાંચ મિનિટમાં તો પાછી આવી ગઇ હતી. ઘરમાં આવી તેણે જોયું તો એ ગભરાઇ જ ગઇ કારણ કે કૂતરું મારી દીકરીનું લોહી ચાટી રહ્યું હતું. મારી પત્નીએ હિંમત કરી કૂતરાને ભગાડાવી કોશીશ કરી. પરંતું કુતૂરું ત્યાંથી હટી નહોતું રહ્યું. જેથી મારી પત્ની મારી દીકરીને તેડી ઘરમાંથી બહાર નિકળી ગઇ. છતાં પણ કૂતરું તો ઘરમાં જ હતું.પાંચ મહિનાની જાન્વીને અમે સારવાર માટે ગોત્રી મેડિકલ હોસ્પિટલ લઇ આવ્યા છીએ. જ્યાં તેના માથામાં 15 જેટલા ટાંકા આવ્યા છે. હાલ જાન્વીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે.વડોદરા શહેર અને જિલ્લામાં શેરી કૂતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. વડોદરા નજીક આવેલા સુંદરપુરા ગામમાં ગત મે મહિનામાં ઘરની પાછળ સાત વર્ષની બાળકી રમી રહી હતી. દરમિયાન ધસી આવેલા કૂતરાએ તેના ઉપર હુમલો કર્યો હતો અને બાળકીના હાથના અંગુઠાને કાપી ખાધો હતો. કૂતરાએ અંગૂઠો કાપી ખાતા પરિવાર તુરંત જ બાળકીને સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં તેની તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM મોદીનો આજે ગુજરાતનો ટૂકો પ્રવાસ,ગાંધીનગરથી ડિજિટલ ઇન્ડિયા વીકનો કરાવશે પ્રારંભ