Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

વર્ષના અંતિમ સૂર્યગ્રહણની જાણો તમારી રાશિ પર શુ થશે અસર ?

સૂર્યગ્રહણ
, મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (18:09 IST)
1 સપ્ટેમ્બર 2016ના રોજ લાગી રહ્યુ છે વર્ષનુ અંતિમ સૂર્ય ગ્રહણ. ગ્રહ્ણ ત્યારે બને છે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રમા આવી જાય છે અને પૃથ્વીને સંપૂર્ણ રીતે પોતાની છાયામાં લઈ લે છે.  સંપૂર્ણ ખગોળીય સૂર્ય ગ્રહણના સમયે સૂર્યની રોશની સંપૂર્ણ રીતે પૃથ્વી પર પડતી નથી. જેને કારણે સૂર્ય ગ્રહણ દરમિયાન અંધારા જેવી સ્થિતિ બને છે. સામાન્યત ગ્રહણ કાળને જીવો માટે શુભ નથી માનવામાં આવતુ. જ્યોતિષશાસ્ત્રના દર્શનિક ખંડનામુજબ ખગોળીય ગ્રહણ દરમિયાન સમસ્ત જીવો પર તેનો શુભાશુભ પ્રભાવ પડે છે. આવો આ ગ્રહણના દ્વાદશ રાશિયો પર પડી રહેલ પ્રભાવને જાણીએ. 
 
આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાય નહી. ગ્રહણ તારીખ 01.09.16ના દિવસે બપોરે 12 વાગીને 44 મિ. અને 58 સેંકડથી શરૂ થઈને સાંજે 4 વાગીને 29 મિ. અને 31 સેકંડ સુધી રહેશે. 
 
મેષ - નોકરી કરતા લોકોને પરેશાની રહેશે. વ્યક્તિગત જીવન અશાંત રહેશે. ભ્રમ ઉભો થશે. કાર્યક્ષેત્ર બદલાશે. 
 
વૃષ - માતાનુ સ્વાસ્થ્ય બગડશે. પારિવારિક ખુશીઓ આવશે. સંતાનથી લાભ થશે. શિક્ષામાં સુધાર થશે 
 
મિથુન - ભાઈ બહેન વચ્ચેના સંબંધોમાં તણાવ રહેશે. પ્રોપર્ટીની ખરીદી શક્ય. વાહન સુખમાં વૃદ્ધિ. 
 
કર્ક - ધન હાનિના યોગ છે. ફાલતૂ ખર્ચ વધશે. કલામાં રૂચિ વધશે. પ્રતિયોગિતામાં સફળતા મળશે. 
 
સિંહ - માનસિક અવસાદ રહેશે. સ્વાસ્થ્ય બગડશે. દાંપત્યમાં વિવાદ વધશે. પ્રતિયોગિતામાં સફળતા મળશે. 
 
કન્યા - પરાક્રમમાં વૃદ્ધિ થશે. આરોગ્યમાં સુધાર આવશે. ખર્ચમાં વધારો થશે. નવા કપડા અન ઘરેણા ખરીદશો. 
 
તુલા - નોકરીમાં પ્રમોશન મળશે. રોકાયેલુ ધન મળશે. બિઝનેસમાં લાભ થશે. વ્યવસાયિક લાંબી યાત્રાના યોગ છે. 
 
વૃશ્ચિક - બંધુ અને મિત્રો તરફથી સુખ મળશે. પ્રબળ ધન લાભના યોગ છે. અકસ્માત વ્યાપારિક તેજી-મંદી રહેશે. 
 
ધનુ -વ્યવસાયિક લાભ થશે. નોકરીમાં સફળતા મળશે. સંતાન પર ખર્ચ વધશે. માનસિક ચિંતા પરેશાન કરશે. 
 
મકર - ધર્મસ્થળની યાત્રા કરશો. ભાગ્યોદય થશે. આરોગ્ય ચિંતા વધારશે. પિતા પક્ષ તરફથી મોટો લાભ થવાના યોગ 
 
કુંભ - રોકાયેલુ ધન પ્રાપ્ત થશે. પ્રમોશનના પ્રબળ યોગ છે. એકાએક દાંપત્યમાં ઉતાર ચઢાવ આવશે. 
 
મીન - વેપારમાં લાભના યોગ છે. બગડેલુ આરોગ્ય સુધરશે. શત્રુ પરાસ્ત થશે. યાત્રા પર ખર્ચ વધશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનમ દિવસ અને જ્યોતિષ - આજે જેમનો જન્મદિવસ છે (30.08.2016)