Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાત્રે 8.30થી શરૂ થશે પંચક, 18 સુધી ન આપો કોઈને પૈસા ઉધાર

રાત્રે 8.30થી શરૂ થશે પંચક, 18 સુધી ન આપો કોઈને પૈસા ઉધાર
, બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (17:41 IST)
ભારતીય જ્યોતિષમાં પંચકને અશુભ ગણાય છે. એના અંતર્ગત ઘનિષ્ઠા, શતભિષા, ઉત્તરા ભાદ્રપદ, પૂર્વા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર આવે છે. પંચકના સમયે કેટલાક ખાસ કામ કરવાની મનાહી છે. આ સમયે 14 સેપ્ટેમબર બુધવારની રાત્રે આશરે 08.30થી પંચક શરૂ થશે ,  જે 19 સેપ્ટેમ્બર, સોમવારની સવારે આશરે 04.20 સુધી રહેશે.
webdunia

1. રોગ પંચક 
રવિવારે શરૂ થતા પંચક રોગ પંચક કહેલાવે છે. એમના પ્રભાવથી આ પાંચ દિવસ શારીરિક અને માનસિક પરેશાનીઓ વાળા હોય છે. આ પંચકમાં કોઈ પણ રીતે શુભ કામ નહી કરવા જોઈએ. દરેક રીતના માંગલિક કાર્યોમાં આ પંચક અશુભ ગણાય છે. 
 
webdunia
2. રાજ પંચક 
સોમવારે શરૂ થતા પંચક રાજ પંચક કહેલાવે છે. આ પંચક શુભ ગણાય છે. એમના પ્રભાવથી આ પાંચ દિવસોમાં સરકારી કામોમાં સફળતા મળે છે. રાજ પંચકમાં સંપત્તિથી સંકળાયેલા કામ કરવું પણ શુભ રહે છે. 
webdunia
3. અગ્નિ પંચક 
મંગળવારે શરૂ થતા પંચક અગ્નિ પંચક કહેલાવે છે. આ પાંચ દિવસોમાં કોર્ટ કચેરી અને વિવાદ વગેરે ફેસલા તમારા અધિકાર મેળવા કામ કરી શકાય છે. આ પંચક માં અગ્નિનો ભય હોય છે. આ પંચકમાં કોઈ પણ રીતના નિર્માણ કાર્ય, ઓજાર અને મશીનરી કામોની શરૂઆત કરવું અશુભ ગણાય છે. એનાથી નુકશાન થઈ શકે છે. 
webdunia
4. મૃત્યુ પંચક 
શનિવારે શરૂ થતા પંચક મૃત્યુ પંચક કહેલાવે છે. નામથી જ ખબર થાય છે કે અશુભ દિવસથી શરૂ થતા આ પંચક મૃત્યુના સમાન પરેશાની આપતું હોય છે. આ પાંચ દિવસોમાં કોઈ પણ રીતના જોખમ ભરેલા કામ નહી કરવા જોઈએ. એમના પ્રભાવથી વિવાદ,  ચોટ દુર્ઘટના વગેરે હોવાનો ખતરો રહે છે. 
 
webdunia
5. ચોર પંચક 
શુક્રવારે શરૂ થતા પંચક ચોર  પંચક કહેલાવે છે. વિદ્વાનો મુજબ આ પંચકમાં યાત્રા કરવાની ના હોય છે. આ પંચક લેવડ-દેવડ,  વ્યાપાર અને કોઈ પણ રીતના સોદા પણ નહી કરવા જોઈએ. ના પાડેલ કાર્ય કરવાથી હાનિ થઈ શકે છે. 
webdunia
6. આ સિવાય બુધવારે અને ગુરૂવારે શરૂ થતા પંચકમાં ઉપર આપેલ વાતોના પાલન કરવું જરૂરી નહી ગણાય છે. આ બે દિવસોમાં શરૂ થતા પંચકમાં આ પાંચ કામ સિવાય કોઈ પણ શુભ કામ કરી શકાય છે. 

 
           પંચકના સમયે ક્યાં કામ નહી કરવા જોઈએ , આ જાણવ માટે આગળના પાન પર વાંચો ...
 
 
webdunia
1. પંચકમાં ખાટલા બનાવવું સારું ગણાય. વિદ્વાનો મુજબ આવું કરવાથી કોઈ મોટો સંકટ ઉભું થઈ શકે છે. 
 
2. પંચકના સમયે જે સમયે ઘનિષ્ઠા નક્ષત્ર હોય એ સમયે ઘાસ, લાકડી વગેરે બળતા વાળી વસ્તુઓ એકત્ર નહી કરવી જોઈએ , એનાથી આગ લાગવાનો ભય રહે છે.

3. પંચકના સમયે દક્ષિણ દિશામાં યાત્રા નહી કરવી જોઈએ કારણકે દક્ષિણ દિશા યમની દિશા ગણાય છે . આ નક્ષત્રોમાં દક્ષિણ દિશાની યાત્રા કરવું હાનિકારક ગણયા છે. 
 
4. પંચકના સમયે જ્યારે રેવતી નક્ષત્ર ચાલી રહ્યા હોય, એ સમયે ઘરના છત નહી બનાવી જોઈએ, એવું વિદ્વાનનો કહેવું છે કે આથી ધન હાનિ અને ઘરમાં ક્લેશ હોય છે. 
 
5. પંચકમાં શવનો અંતિમ સંસ્કાર કરવાથી પહેલા કોઈ યોગ્ય પંડિતની સલાહ જરૂર લેવી જોઈએ. જો આવું ન હોય તો શવને સાથે પાંચ પુતળા લોટ કે કુશ(એક પ્રકારની ઘાસ) થી બનાવીને અર્થી પર રાખવા જોઈએ અને આ પાંચનો પણ શવની રીતે પૂરા વિધિ-વિધાનથી અંતિમ સંસ્કાર કરવા જોઈ તો પંચક દોષ સમાપ્ત થઈ 
 
જાય છે. આવું ગરૂણ પુરાણમાં લખ્યું છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરમાં પ્રગટાવો આ ખાસ વસ્તુઓ, દૂર થશે નેગેટિવિટી અને પૈસાની ઉણપ