Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મીન વાર્ષિક રાશિફળ 2016 - જાણો મીન રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2016

મીન વાર્ષિક રાશિફળ 2016 - જાણો મીન રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2016
, મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (00:49 IST)
તમે મોટાભાગે સાંભળ્યુ હશે કે ફલાણા માણસની ગ્રહદશા આજકાલ ઠીક નથી ચાલી રહી. તમે બિલકુલ ખરુ સાંભળ્યુ છે. કારણ કે વ્યક્તિના જીવનને ગ્રહ ખરેખર પ્રભાવિત કરે છે. તમારા ગ્રહોની વાત કરીએ તો વર્ષની શરૂઆત શનિ કે વૃશ્ચિકમાં અને ગુરૂના સિંહમાં પ્રવેશ કરવાની સાથે જ થઈ રહી છે. બીજી બાજુ રાહુ અને કેતુ 31 જાન્યુઆરી પછી ક્રમશ સિંહ અને કુંભમાં પ્રવેશ કરી જશે. આવો હવે એ સવાલોના જવાબ શોધીએ જે આ સમયે તમારી અંદર તોફાન મચાવી રહ્યા છે. 
 
પારિવારિક જીવન - મીન રાશિના જાતકો માટે વર્ષ 2016 રાશિફળ - નવા વર્ષમાં તમારા ગૃહસ્થ જીવન વિશે ગ્રહોનુ કહેવુ છે કે આને લઈને ઓગસ્ટ સુધી તમને થોડી પરેશાની થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સમન્વય સ્થાપિત કરવાના તમારા બધા પ્રયાસો નિષ્ફળ જઈ શકે છે. પરિણામ સ્વરૂપ વિવાદની સ્થિતિ સતત કાયમ રહેશે. વૈવાહિક જીવનમાં ઓગસ્ટ પછી સ્થિરતા આવશે.  માતા સાથે સંબંધોમાં મધુરતા રહેશે. પણ પિતા સાથે વૈચારિક મતભેદ  થઈ શકે છે. આ સમય તમારે માટે એ જ યોગ્ય રહેશે કે અન્ય લોકોની વાતને તમે ધ્યાનથી સાંભળો અને તમારી વાતોને બીજા પર થોપવાનો પ્રયાસ ન કરો. તમારી વાત બીજા પર થોપવી થોડા સમય માટે મદદરૂપ સાહિત થઈ શકે છે.   પણ કાયમ માટે નહી. જેવુ કહેવામાં આવ્યુ છે કે કબીરા હાંડી કાઠ કી ચઢે ન દૂજી બાર. 
 
સ્વાસ્થ્ય - આરોગ્ય બાબતે ઓગસ્ટ સુધી તમારે થોડુ સતર્ક રહેવુ પડશે. ગુરૂની મહાદશામાંથી પસાર થઈ રહેલા લોકોના સ્વાસ્થ્ય સંબંધી કેટલીક પરેશાની થઈ શકે છે. આંતરડા, લિવર, કિડની અને રક્ત જનિત સમસ્ય થઈ શકે છે. ખાવા પીવા પ્રત્યે ખૂબ જ સજાગ રહો અને સીમિત માત્રામાં ખોરાક લો. નિયમિત રૂપે વ્યાયામ કરો. નહી તો ચોક્કસ આરોગ્ય એક મોટી ચિંતાનુ કારણ બની શકે છે. 
 
આર્થિક જીવન - આ વર્ષ આર્થિક રૂપે તમારે માટે સારુ રહેવાનુ છે. પણ તેનો મતલબ એ નથી કે પૈસા ઉડાવવાની યોજના બનાવી લો. જરૂરી રૂપે પૈસા ખર્ચ કરવાથી બચો. ધનનુ આગમનનને અવિરત રૂપે થતુ રહેશે. ઓગસ્ટ સુધી તમને થોડી સાવધાની રાખવી જોઈ. કારણ કે તમારી સાથે દગો થવાની શક્યતા છે.  આમ તો તમે આ વર્ષે કશુ નવો સામાન પણ ખરીદશો અને પૈસાની બચત કરવામાં પણ સફળ રહેશો. 
 
નોકરી ધંધો 
 
કહેવાય છે કે સારા દિવસો આવતા પહેલા ખરાબ દિવસો જોવા પડે છે. તમારી સાથે પણ આવુ જ કશુ થવાનુ છે. શરૂઆતમાં થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.  પણ સમય સાથે સ્થિતિઓમાં સુધાર થશે. વર્ષ 2016 સફળ થવા માટે તમને ઢગલો તક આપશે. પણ તમારી કાબેલિયત એ અવસરોને ઓળખવામા જ છે. નવી નોકરી મળી શકે છે. જો કે નવી નોકરી ન મળ્યા સુધી વર્તમન નોકરી છોડવી બેવકુફી ભરેલુ કામ રહેશે. જો તમાને નવી નોકરી મળતા પહેલા વર્તમન નોકરી છોડી દીધી તો નવી નોકરી માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે. 
 
વેપાર - જે લોકો વેપાર સાથે જોડાયેલા છે. તેમને આ વર્ષે સારો લાભ મળશે. પણ આ માટે થોડી રાહ જોવી પડી શકે છે. મતલબ ઓગસ્ટ સુધી. નવા વેપારીઓ સાથે તમારો સંપર્ક બનશે. આ સાથે કામ કરવાના તમે નવા મુકામ મેળવશો. આમ તો આ વર્ષ સંપૂર્ણ રીતે તમને અનુકૂળ છે. પણ આંખ બંધ કરીને ચાલનારાઓને ઠોકર તો વાગે જ છે. આ વાત તમે પણ જાણો છો. તેથી ઓગસ્ટ સુધી સંપૂર્ણ સાવધાની રાખો. શનિની દશામાંથી પસાર થનારા  માટે આ વર્ષ સારો નફો આપનારુ છે. 
 
પ્રેમ સંબંધ - આ વર્ષ પ્રેમ મામલે તમારે માટે કશુ ખાસ સાબિત નહી થાય. કેટલાક લોકો જેમનુ દિલ થોડા વધુ પ્રેમ માટે ધડકી રહ્યુ છે તે લોકો થોડા દિવસો માટે મતલબ ઓગસ્ટ સુધી પોતાના દિલને થામી રાખે. ઓગસ્ટના મધ્ય સુધી કોઈ ખાસ પ્રત્યે તમારી ભાવનાઓ પ્રગટ ન કરો. એવુ પણ બની શકે કે કોઈ ગેરસમજને કારણે એ માણસ પ્રત્યે તમારી રૂચિ સમાપ્ત થઈ જાય. કોઈને ખાલી ખોટુ દુખ પહોંચાડવુ યોગ્ય નથી. તેથી કોઈ પ્રકારની ઉતાવળ ન કરશો. 
 
સેક્સ લાઈફ -  આ વર્ષે તમારી સેક્સ લાઈફ કશુ ખાસ રહેવાની નથી. માનસિક થાક અને તણાવને કારણે પરેશાની થઈ શકે છે. સેક્સ લાઈફમાં અરુચિને કારણે શારીરિક કમજોરી પણ થઈ શકે છે. ઉપરોક્ત કારણોથી આ વર્ષે તમને  યૌન સુખોની પ્રાપ્તિ નહી થાય. પણ તણાવને તમારા પર હાવી ન થવા દો અને આરોગ્યનો ખ્યાલ રાખો તો થોડી હદ સુધી સ્થિતિઓમાં સુધાર આવી શકે છે. 
 
સાવધાની રાખવાના દિવસો 
 
25 માર્ચથી 13 ઓગસ્ટ સુધી કોઈ પ્રકારનો મુખ્ય નિર્ણય રોકાણ અને ભાગીદારી કરવાથી દૂર રહો. જ્યારે ચદ્રમાં સિંહ વૃશ્ચિક અને કુંભમાં પ્રવેશ કરે તો વધુ સાવધાન રહેવાની જરૂર છે. આ સમય આશાવાદી અને શાંત રહેવુ તમારી સફળતાનુ રહસ્ય હોઈ શકે છે. 
 
ઉપાય - સારા સૌભાગ્ય માટે તમારે ગુરૂવારે ઉપવાસ કરવો જોઈએ. ગાયને પીળુ અનાજ ખવડાવવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સમૃદ્ધિ પ્રાપ્તિ થઈ શકે છે. આ ઉપરાંત પાદરી, બ્રાહ્મણ અને ગરીબોને વસ્ત્ર દાન આપવુ તમારે માટે સારુ રહેશે.  

Share this Story:

Follow Webdunia gujarati