આ મહિને સૂર્ય સંક્રાંતિ 14 તારીખના રોજ છે. અર્થાત સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 17 જૂનના રોજ મંગળ વક્રી અવસ્થામાં વૃશ્ચિકથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. બુધ 8 જૂનના રોજ વૃષભમાં અને 27 જૂનના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર 13 જૂનના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
મેષ - જૂન મહિનામાં તમારી બૌદ્ધિક ક્ષમતા સારી રહેશે. વાણીમાં સૌમ્યતા અને બૌદ્ધિક ક્ષમતાના બળ પર આવકમાં વધારાના યોગ બનેલ છે. આ મહિને તમારુ વૈવાહિક જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી પારિવારિક શાંતિ બનાવે રાખવા માટે ધૈર્યથી કામ લો. જૂન મહિનાના અંતમાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યા માથુ ઉંચકી શકે છે. કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાને નજરઅંદાજ ન કરો અને તરત ચિકિત્સીય પરામર્શ લો.
વૃષભ - જૂન મહિનો સંતાન સંબંધિત કોઈ સમસ્યા લાવી શકે છે. બિનજરૂરી ખર્ચ અને વૈવાહિક જીવનમાં તણાવ પણ થઈ શકે છે. સંબંધો તૂટવાનો ખતરો બનેલો છે. તેથી સાવધાનીથી કામ લો. ભૌતિક સુખ સુવિદ્યાઓમાં વૃદ્ધિ થશે પણ માતાને કષ્ટની શક્યતા છે. તમારી માતાના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો અને તેમની સાથે સમય વિતાવો. જો તમે કોઈ શૈક્ષણિક પ્રતિયોગિતાની તૈયારી કરી રહ્યા છો તો વધુ પરિશ્રમની જરૂર પડશે.
મિથુન - ઉતાર ચઢાવ ભરેલો મહિનો રહેશે. અસ્થિરતા રહેશે કાર્ય અને વ્યવસાયમાં. ખાસ કરીને મહિનાના મધ્ય ભાગ સુધી હાનિના યોગ છે. પણ અંતિમ ભાગ સારો રહેશે. પરિશ્રમનો લાભ મળશે. લીધેલા નિર્ણય સાર્થક રહેશે. કેટલાક લોકોના આવકના નવા કે મજબૂત સ્ત્રોત મળશે. નોકરી પ્રાપ્તિ માટે પણ યોગ સારો છે. તમારા સ્વાસ્થ્ય અને શત્રુઓ પ્રત્યે સતર્ક રહો. મહિનાના અંતમાં સંતાનને કષ્ટ અને શિક્ષામાં અવરોધનો યોગ પણ બનશે.
કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે આગળ જુઓ..
કર્ક - આવક માટે સારો મહિનો છે. કેરિયરમાં જો કોઈ અવરોધ છે તો દૂર થશે. વિદેશો સાથે સંબંધ કે વિદેશ જવા માટે યોગ્ય સમય છે. ગર્ભવતી મહિલાઓએ ખૂબ જ સાવધાન રહેવુ જોઈએ. મહિનાના અંતમા પારિવારિક સુખમાં કમી આવશે પણ બહારી સંબંધોથી ખૂબ લાભ થશે. મન પર નિયંત્રણ રાખો.
સિંહ - જૂન કંઈક વિચિત્ર જેવો મહિનો છે તમારે માટે. આસ્તિકતા અને નાસ્તિકતા બંને હાવી રહેશે. પુરૂષાર્થ પણ રહેશે અને આળસ પણ રહેશે. આર્થિક મામલે મહિનાનો અંતિમ ભાગમાં ખૂબ સફળતાના યોગ છે પણ પ્રથમ ભાગ ખૂબ સાચવીને ચાલનારો છે. શિક્ષા - પ્રતિયોગિતામાં સફળતા માટે સમય ખૂબ સહાયક છે. જે લોકો સંતાનના ઈચ્છુક છે તે પ્રયાસ કરી શકે છે જો રાહુની દશા ન હોય તો..
કન્યા - મહિનાની શરૂઆતમાં થોડા સાચવીને ચાલો ખાસ કરીને 15 દિવસ સુધી ત્યારબાદ સમય ખૂબ સાથ
આપવાનો છે. દરેક કામમાં સફળતા મળવાની શક્યતા છે. પરિશ્રમ સાર્થક થશે. શિક્ષા હરિફાઈમાં સફળતા મળશે. નવા કાર્ય માટે પણ સમય એકદમ ઉપયોગી છે. બહારના લોકોનો ખૂબ સહયોગ મળશે. ફક્ત વૈવાહિક જીવન કે પ્રેમ સંબંધ માટે સમય ખૂબ પ્રતિકૂળ છે. સાવધાન રહો નહી તો સંબંધો દાવ પર લાગી શકે છે.
કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિ માટે આગળ જુઓ...
તુલા - પ્રેમ સંબંધોનો મહિનો છે એવુ કહેવાય તો ખોટુ નથી. સંબંધો બનાવવા અને મજબૂત કરવા માટે સર્વોત્તમ સમય છે. કર્જથી મુક્તિ મળવાના માર્ગ ખુલશે અને નવા કાર્ય કે યોજનામાં પણ સારી સફળતા મળશે. ભાગીદારીના કાર્યોમાં પણ સારી સફળતા મળશે. કેટલાક લોકો નવા કાર્ય પણ શરૂ કરી શકે છે અને કરવા પણ જોઈએ કારણકે સમય સારો છે.
વૃશ્ચિક - ખૂબ કમજોર સમય છે. ફક્ત અને ફક્ત સાવધાની રાખો આ સમય નવા સંબંધોમાં ન પડો તેથી સારુ નહી થાય અને વર્તમાન સંબંધોમાં સંભાળવા તૂટવાના બધા આસાર છે. જેની વૈવાહિક જીવનમાં પહેલાથીજ તનાવ છે તે આ સમય ચરમ પર રહેશે. કાર્યોમાં સફળતા ખૂબ પ્રયાસ પછી મળશે. આર્થિક હાનિના પ્રબળ યોગ છે. તેથી યોજનાબદ્ધ રીતે ચાલો અને ફિજૂલ ખર્ચી અને આવેશથી બચો.
ધનુ - આવકના નવા સ્ત્રોત ઉત્પન્ન થશે. બૌદ્ધક ક્ષમતા એકદમ જ સારી છે અને કાર્ય ક્ષમતા પણ અદ્દભૂત છે. પ્રયત્ન યોગ્ય દિશામાં થશે. સંતાનને કારણે મન પ્રસન્ના રહેશે. શિક્ષા-પ્રતિયોગિતા-સાક્ષાત્કાર માટે મહિનાનો અંતિમ મધ્ય ભાગ સર્વોત્તમ રહેશે. સુદુરના કાર્યો અને સંબંધોથી ખૂબ લાભ થશે. પ્રેમ સંબંધ વધુ મજબૂત થશે.
મકર, કુંભ અને મીન માટે આગળ વાંચો
મકર - ધન પુષ્કળ માત્રામાં આવશે પણ આ સમય ધનનો સંગ્રહ કરો કઠિન રહેશે. બૌદ્ધિક કાર્યો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે. વિરોધીઓને કારણે લાભને સ્થિતિ બનશે જે લોકો કર્જ લેવા માંગે છે તેમને મળશે અને જે પુર્ણ કરવા માંગે છે તેઓ પણ સફળ થશે. સંબંધોના મામલે આ મહિનો લગભગ સામાન્ય રહેવાનો છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહો.
કુંભ - સંબંધો માટે આ મહિનો ઉતાર-ચઢાવ ભરેલો રહેશે જ્યા એક બાજુ નવા સંબંધો બની શકે છે તો બીજી બાજુ તેને નિભાવવા મુશ્કેલ રહેશે. કેટલાક સંબંધો તૂટી પણ શકે છે. જે લોકો ભાગીદારીના કાર્યોમાં છે તેમણે વધુ સાવધાનીની જરૂરિયાત છે. કારણ કે સંબંધો પણ ખરાબ થઈ શકે છે અને આર્થિક નુકશાન પણ થઈ શકે છે. સામાજીક જીવનમાં કાર્ય કરનારા લોકોને બદનામી અને કેસનો સામનો કરવો પડી શકે છે.
મીન - મિત્રો અને સગા સંબંધીઓની સાથે સંબંધો અને સહયોગ મામલે આ મહિનો સર્વોત્તમ રહેવાનો છે. વાદ-વિવાદ કે કેસ-કોર્ટ કેસમાં વિજય પ્રાપ્ત થશે. પણ આવકના મામલે અને સ્વાસ્થ્યના મામલે સમય ખૂબ જ પ્રતિકૂળ રહેશે. આ સમય આર્થિક દ્રષ્ટિથી કરવામાં આવેલ પ્રયાસ બહુ સાર્થક થતા નથી દેખાય રહ્યા કે આમ કહો કે ખૂબ પ્રયાસ અને ધૈર્યની જરૂર પડશે. શિક્ષા મામલે પણ મનને સ્થિર રાખવાની જરૂર છે ત્યારે જ સફળતા શક્ય છે.