Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી બાદ, પોલીસ એલર્ટ મોડ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાશે

અમદાવાદમાં મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી બાદ, પોલીસ એલર્ટ મોડ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાશે
, શનિવાર, 7 ઑક્ટોબર 2023 (10:10 IST)
દેશના વડાપ્રધાન મોદીને મારી નાંખવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ NIA સહિતની એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ ધમકી ભર્યા મેઈલમાં અમદાવાદના મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દેવાની ધમકી મળતાં ગુજરાત પોલીસ અને ખાસ કરીને અમદાવાદ પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

ખાલીસ્તાની સમર્થક ગુરપતવંતસિંહ પન્નુએ એક વીડિયો મારફતે ધમકી આપી હતી. ત્યાર બાદ મોદી સ્ટેડિયમમાં પોલીસનું સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સ્ટેડિયમમાં આગામી 14 તારીખે ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની છે. ઈ-મેઇલ મોકલનાર શખસે રૂ.500 કરોડની ખંડણી અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈને પણ છોડી મુકવાની માગ કરી છે. અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે મીડિયા જણાવ્યું હતું કે, અનેક વખત આવી ધમકીઓ ભર્યા મેઈલ મળે છે પરંતુ અમારી પોલીસ કોઈ પણ સ્થિતિ માટે સજ્જ છે.

અમદાવાદમાં મોદી સ્ટેડિયમ સુધી પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. કોઈ પણ સ્થિતિ માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ગુજરાત પોલીસ અને PMની સુરક્ષા સંબંધિત તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. આ પ્રકારની ધમકી બાદ મોદી સ્ટેડિયમની સુરક્ષાની સમીક્ષા હાથ ધરવામાં આવી છે.  ઈમેલ કરીને ધમકી આપનાર શખ્સે લખ્યું છે કે, અમારે સરકાર પાસેથી લોરેન્સ બિશ્નોઈ અને 500 કરોડ જોઈએ.

આ માંગ નહીં સ્વીકારાય તો વડાપ્રધાન મોદી સાથે મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દઈશું. હિંદુસ્તાનમાં બધુ જ વેચાય છે જેમાંથી અમે પણ કેટલુંક ખરીદ્યું છે. તમે ગમે તેટલી સુરક્ષા ગોઠવો પણ અમરાથી બચી નહીં શકો. વાત કરવી હોય તો આ ઈમેલથી જ કરજો. પંજાબમાં લોરેન્સ સામે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા સહિત ઘણા કેસો નોંધાયેલા છે. અગાઉ તેણે સલમાન ખાનને પણ ધમકી આપી હતી અને કાળિયાર મારવાની ઘટનાને લઈને તેમનો સમુદાય સલમાનથી નારાજ હોવાનો દાવો કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

500 કરોડ આપો, બિશ્નોઈને છોડો... વડાપ્રધાન મોદીને મેલ પર કોણે ધમકી આપી?