Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારે જગન્નાથ રથયાત્રાને આપી મંજૂરી, જનતા કર્ફ્યુ વચ્ચે નિકળશે રથયાત્રા

ગુજરાત સરકારે જગન્નાથ રથયાત્રાને આપી મંજૂરી, જનતા કર્ફ્યુ વચ્ચે નિકળશે રથયાત્રા
, બુધવાર, 17 જૂન 2020 (18:01 IST)
દર વર્ષે ગુજરાતી કેલેન્ડર અનુસાર અષાઢી બીજના દિવસે આયોજિત થનારા આ ઐતિહાસિક રથયાત્રા 143મી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે દર વર્ષની માફક મુખ્યમંત્રી રથયાત્રા પહેલાં અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં સોનાની સાવરણે વડે ઝાડૂ લગાવવાની પહિંદ વિધિ કરી રથયાત્રાને રવાના કર્શે. આ વખતે 23 જૂને રથયાત્રા યોજાશે. 
 
રાજ્યના ગૃહ વિભાગે જનતા કરફ્યૂ વચ્ચે રથયાત્રા કાઢવાની મંજુરી આપી છે. રથયાત્રામાં 200થી 250 લોકો જ હાજર રહેશે. સામાન્ય લોકો લાઇવ પ્રસારણ ટીવી ચેનલો પર જોઇ શકશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત  શાહ પણ ખાસ હાજર રહેવાના છે. ગૃહવિભાગે રથયાત્રા કાઢવા માટે મંજૂરીની મ્હોર મારતા અમદાવાદ પોલીસ કમિશનરે પરમિશન આપવી પડશે તે નક્કી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં જમાલપુરના ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રા શરૂ થાય છે અને જે માર્ગ પરથી રથયાત્રા નીકળવાની છે તે વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસ વધુ છે. જો રથયાત્રા કાઢવામાં આવે તો લોકો ઘરની બહાર નીકળે, લોકો દર્શન કરવા માટે આવે, રથની નજીક આવી જાય અને આ વિસ્તારમાં આવેલા મકાનોના ધાબા ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તો વધુ સંક્રમણનો ભય રહી શકે છે. રાજ્યના ગુપ્તચર વિભાગે એવી ચેતવણી પણ આપી છે કે જો રથયાત્રા કાઢવામાં આવે તો કોરોના સંક્રમણનું પ્રમાણ વધી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપના ધારાસભ્યોને આદેશ, 19 જૂન સુધી ગાંધીનગર છોડવું નહીં