Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vijayadashmi 2020: શુ સાચે જ રાવણના 10 માથા હતા ? જાણો શુ છે હકીકત

Vijayadashmi 2020: શુ સાચે જ  રાવણના 10 માથા હતા ? જાણો શુ છે હકીકત
, શનિવાર, 24 ઑક્ટોબર 2020 (19:39 IST)
શારદીય નવરાત્રીના સમાપન પછી દશમી તિથિએ દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે દશેરાની ઉજવણી 25 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને લંકા પર વિજય મેળવ્યો હતો, તેથી આ દિવસને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. રાવણ ખૂબ વિદ્વાન હતો.  આ સમગ્ર વિશ્વમાં  એકમાત્ર રાવણ જ એવો હતો કે જેની પાસે ત્રિકાળ દર્શનની ક્ષમતા હતી. તે ભગવાન શિવનો એકમાત્ર ભક્ત હતો. પરંતુ તે તેના અહંકારને કારણે મૃત્યુ પામ્યો. ભગવાન રામે રાવણનો વધ કર્યો અને રામરાજ્યની સ્થાપના કરી. જેને કારણે દશેરાની ઉજવણી થાય છે તેથી આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે, હંમેશાં દરેક જગ્યાએ રાવણના પુતળામાં દસ માથા બનાવવામાં આવે છે. આ દસ માથાઓને કારણે જ તેને દશાનન પણ કહેવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે શું રાવણના ખરેખર દસ મસ્તક હતા.
 
રાવણના દસ માથા હોવા વિશે વિદ્વાનોનુ કહેવુ છે કે રાવણ ખૂબ શક્તિશાળી હોવા ઉપરાંત માયાવી પણ હતો, જેને કારણે તે પોતાના દસ માથા હોવાનો ભ્રમ ઉભો કરી શકતો હતો.  તેથી વિદ્વાનોનુ માનવુ છે કે રાવણના દસ માથા નહોતા તે ફક્ત માયાવી ભ્રમથી બનાવેલ દસ માથા હતા.  કેટલાક વિદ્વાનના મતમુજબ રાવણ છ દર્શન અને ચાર વેદનો જ્ઞાતા હતો. જેને કારણે તેને દસકંઠી પણ કહેવામાં આવતો હતો. જેને કારણે તેના પ્રચલન મુજબ દશાનન તરીકે ઓળખાવા લાગ્યો. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે રાવણ પોતાના ગળામાં દસ મઢિયો ધારણ કરતો હતો. જેમા તેના માથાના દસ પ્રતિબિંબ બનતા હતા, જેને કારણે કોની પણ તેના દસ માથા હોવાનો ભ્રમ થઈ જતો હતો. 
 
રાવણના દસ માથા હોવાનો ઉલ્લેખ રામચરિત્ર માનસમાં મળે છે. જેમા પ્રભુ શ્રી રામ ક્રમશ : એક-એક દિવસે રાવણનુ મસ્તક ઘડથી અલગ કરે છે.  પણ રામજી જેવા પોતાના બાણથી રાવણના મસ્તકને કાપતા હતા એ સ્થાન પર ફરીથી નવુ માથુ આવી જતુ હતુ.  આ રીતે માનવામાં આવી શકે છે કે રાવણના દસ માથા અસુરી માયા દ્વારા બનાવ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri 2020: જાણો દશેરા/વિજયાદશમીના શુભ મુહુર્ત