Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Navratri ashtami navami date 2020: આ વખતની અષ્ટમી યુક્ત નવમી વિશેષ શુભકારી, કન્યા પૂજન વખતે કરો આ કામ

Navratri ashtami navami date 2020: આ  વખતની અષ્ટમી યુક્ત નવમી વિશેષ શુભકારી, કન્યા પૂજન વખતે કરો આ કામ
, બુધવાર, 21 ઑક્ટોબર 2020 (16:04 IST)
માતા દુર્ગાના નવમા સ્વરૂપ સિધ્ધિદાત્રીની નવમી પર પૂજા કરવાનુ વિધાન છે.  આ દેવી તેના બધા ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરશે. જ્યોતિષ મુજબ  અશ્વિન શુક્લ નવમી આ વખતે અષ્ટમી તિથિની સાથે 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે, કારણ કે 23 ઓક્ટોબર અષ્ટમી એટલે સપ્તમીવેધ છે. ધર્મશાસ્ત્રના દૃષ્ટિકોણથી, અષ્ટમીવાળી નવમી પણ શુભ છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવે પણ પણ માતા સિદ્ધિદાત્રીની કૃપાથી તેમની બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી હતી
 
તેમની કરુણાને લીધે, તેઓ અર્ધનારીશ્વર કહેવાયા. મધુ-કૈતભનો વધ કરવા માટે દેવીએ મહામાયા ફેલાવી. જેનાથી દેવીના ઘણા સ્વરૂપો થયા. રાક્ષસો મૂંઝવણમાં મુકાયા કે તે કઈ દેવી છે, કોણ માયા ફેલાવી રહ્યુ છે, જેના પ્રેમમા લોકો ફસાઈ રહ્યા છે. રાક્ષસોના પૂછવા પર, દેવી કહે છે કે આ મારી શક્તિ છે, તે  મારામાં સમાયેલ છે. આ તાંત્રિક્ને તંત્ર સિદ્ધિ આપનારી માતા કમલા છે. 
 
અષ્ટમી અને નવમી પર પણ કન્યા પૂજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા ફક્ત આ છોકરીઓ દ્વારા પોતાની પૂજાને સ્વીકારે છે. આ કન્યાઓ સાથે બે બટુક કુમાર ગણેશ અને ભૈરવને પણ ભોજન કરાવવુ જોઈએ. તેમના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. કન્યાઓને ખીર, ચણા, પુરી વગેરે સાથે કોઈપણ ફળ આપવુ જોઈએ. સાથે જ દક્ષિણા પણ તમારી શક્તિ મુજબ છોકરીઓને ખુશીથી આપવી જોઈએ. છોકરી જેટલી નાની હશે, તેટલું સારું ફળ મળશે. છોકરીની ઉંમર 10 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઘર છોડતી વખતે છોકરીઓ પાસેથી આશીર્વાદ લેવો જોઈએ.
 
મંત્ર ૐ સિદ્ધિદાત્રયૈ નમ: 
 
પૂજા વિધિ : સવારે સ્નાન કર્યા પછી ગણેશની પૂજા કરો, ત્યારબાદ માતાને લાલ ફૂલ, પાન વગેરે ચઢાવો. માતાની પૂજા કરો અને શૃંગારની સામગ્રી અર્પણ કરી આરતી કરો. આજે તમારી કુલદેવીની પણ પૂજા કરો. માતાનું નામ લઈ ઓછામાં ઓછું નવ વાર અથવા 108 વાર હવન કરો. અખંડ દીવો આજ રાતે પણ પ્રગટતો રહેવો જોઈએ. કળશનુ પાણી કન્યા પૂજન પછી આખા ઘરમાં છાંટો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri પાંચમો દિવસ : માં ની સેવાથી પ્રસન્ન થાય છે સ્કંદમાતા, મનોકામના પુરી કરવા માટે કરો આ વિશેષ ઉપાય