Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vat Savitri Vrat 2022- વટ સાવિત્રી વ્રત ક્યારે છે જાણો ડેટ, શુભ મુહૂર્ત મહત્વ અને પૂજા વિધિ

vat savitri
, સોમવાર, 13 જૂન 2022 (15:13 IST)
Vat Savitri Vrat 2022 Date: જેઠ મહીનામાં પડતા વ્રતમાં વટ અમાસને ખૂબ ઉત્તમ અને અસરકારી વ્રતોમાંથી એક ગણાય છે. આ વ્રત કરનારી સૌભાગ્યવતી મહિલાઓ તેમની પતિની લાંબી ઉમ્ર અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટની ઝાડની વિધિ સાથે પૂજા કરે છે તેની સાથે વટના ઝાડની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આવુ કરવાથી પતિના જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર હોય છે અને સુખ-સમૃદ્ધિની સાથે લાંબી ઉમ્રની પ્રાપ્તિ હોય છે 
 
વટ સાવિત્રી વ્રત તારીખ 2022 
12 જૂન, રવિવારના રોજ આ વ્રત શરૂ થશે અને 14 જૂન, મંગળવારે પૂર્ણ થશે. આ વ્રતમાં વડના ઝાડની પૂજા કરવામાં આવે છે અને 3 દિવસ સુધી વ્રત રાખવામાં આવે છે. રોજ સાંજે 05 કલાકે રહેશે.
 
વટ સાવિત્રી વ્રત (વટ પૂર્ણિમા) 13 જૂન 2022 બપોરે 1.42 થી શરૂ  
વટ સાવિત્રી વ્રત નો સમાપન - 14 જૂન 2022ને સવાર એ 9.40 
વટ સાવિત્રી વ્રતના શુભ મુહુર્ત- 14 જૂન 2022 સવારે   9.40 મિનિટથી 15 જૂન 2022 સવારે 5.28 સુધી રહેશે. 
 
વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..  
1. આ પૂજા કરનારી સ્ત્રીઓ સૌ પહેલા પૂજાવાળા દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી શુદ્ધ થઈ જાય છે અને ત્યારબાદ નવા વસ્ત્રો અને આભૂષણો ધારણ કરે છે  
 
2. બધી સ્ત્રીઓ આ દિવસે 3 દિવસ પહેલા જ ઉપવાસ કરે છે પણ અનેક લોકો ફક્ત વટ સાવિત્રીવાલા દિવસે જ ઉપવાસ કરે છે. અને પૂજા પછી ભોજન ગ્રહણ કરે છે  
 
3. આ પૂજા વડ વૃક્ષની નીચે થાય છે તેથી વૃક્ષ નીચે એક સ્થાનને સારી રીતે સાફ કરો ત્યા બધી જરૂરી પૂજન સામગ્રીઓ મુકી દો 
 
4.  ત્યારબાદ સત્યાવાન અને સાવિત્રીની મૂર્તિયો કાઢીને તેને પણ વડ વૃક્ષની જડમાં સ્થાપિત કરો. આ મૂર્તિઓને લાલ વસ્ત્ર પહેરાવો  
 
5  એક વાંસની ટોકરી લો તેમા સાત પ્રકારના અનાજ મુકો જેને કપડાના 2 ટુકડાથી ઢાંકી દો 
 
6. એક બીજી વાંસની ટોકરીમાં દેવી સાવિત્રીની પ્રતિમા મુકો. સાથે જ ધૂપ દીપ કુમકુમ ચોખા કંકુ વગેરે પૂજાની સામગ્રી મુકો  
 
7. હવે વડ વૃક્ષમાં પાણી ચઢાવીને કુમકુમ ચોખા ચઢાવો સાથે જ દેવી સાવિત્રીની પૂજા પણ કરો 
 
8. ત્યારબાદ વાંસથી બનેલા પંખાથી સત્યાવાન અને સાવિત્રીની મૂર્તિને હવા કરો. સ્ત્રીઓ વૃક્ષના એક પાનને વાળમાં પણ લગાવે છે. 
 
9.ત્યારબાદ સાચા મનથી પ્રાર્થના કરો અને લાલ દોરો કે સૂતરનો દોરો લઈને વટ વૃક્ષની ચાર બાજુ ફરતા તેને વટ વૃક્ષને બાંધતા 7 ફેરા લો   
 
10 ત્યારબાદ કોઈ પંડિત પાસેથી સત્યવાન અને સાવિત્રીની વ્રતની કથા સાંભળો. કથા સમાપ્ત થયા પછી કથા સંભળાવનાર પંડિતજીને તમારા સામર્થ્ય મુજબ દક્ષિણા આપો  
 
11. ત્યારબાદ બ્રાહ્મણ અને ગરીબને દાન કરો. ચણા ગોળનો પ્રસાદ સૌને વહેંચો 
 
12. ઘરે આવીને બધા વડીલોને પગે પડીને સદા સુહાગન રહેવાનો આશીર્વાદ મેળવો સાંજે પરિવાર સહિત મિષ્ટાન્ન સહિત ભોજન કરીને તમારુ વ્રત ખોલો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vat Savitri Vrat 2022: વટ સાવિત્રી વ્રતની આવશ્યક સામગ્રી