Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ધર્મ ગ્રંથ ઘરમાં નથી મુકવામાં આવતો ? કેમ ?

આ ધર્મ ગ્રંથ ઘરમાં નથી મુકવામાં આવતો ?  કેમ ?
, સોમવાર, 30 એપ્રિલ 2018 (03:05 IST)
ગ્રંથ ધર્મ શાસ્ત્ર બતાવે છે કે આપણે કેવુ જીવન જીવવુ જોઈએ. આપણા વિચાર કેવા હોવા જોઈએ. આપણા કર્તવ્ય અને અધિકાર શુ છે. આવા જ અનેક પ્રશ્નોના ઉત્તર ગ્રંથોમાં મળી જાય છે. આ કારણે બધા માટે ગ્રંથોનો અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.  જીવનની દરેક પરિસ્થિતિનો ઉકેલ આપણા શાસ્ત્રોમાં આપેલો છે. 
 
મોટાભાગના હિન્દુ પરિવારોમાં ઘર્મ ગ્રંથના નામ પર રામચરિતમાનસ કે પછી શ્રીમદ ભાગવત પુરાણ જ મળે છે. મહાભારત જેને પાંચમો વેદ ગણવામાં આવે છે. તેને ઘરમાં નથી મુકવામાં આવતો. વિદ્વાનો કે વડીલોને પૂછવામાં આવે તો જવાબ મળે છે કે મહાભારત ઘરમાં મુકવાથી ઘરનુ વાતાવરણ અશાંત થાય છે. ભાઈઓમાં ઝગડો થાય છે. શુ ખરેખર આવુ છે ? જો આ એક માત્ર માન્યતા છે તો પછી હકીકત શુ છે ? કેમ રામાયણને ઘરમાં સ્થાન આપવામાં આવે છે પણ મહાભારતને નહી... આવો જાણીએ.. 
webdunia
હકીકતમાં મહાભારત સંબંધોનો ગ્રંથ છે. પારિવારિક, સામાજીક અને વ્યક્તિગત સંબંધોનો ગ્રંથ. આ ગ્રંથમાં અનેક વાતો એવી છે જે સામાન્ય બુદ્ધિવાળા માણસ નથી સમજી શકતા. પાંચ ભાઈઓના પાંચ જુદા જુદા પિતાથી લઈને એક મહિલાના પાંચ પતિ સુધી. બધા સંબંધોને એટલા ઝીણવટપૂર્વક બતાવ્યા છે કે સામાન્ય માણસ તેની ગંભીરતા અને પવિત્રતાને સમજી નથી શકતો. એ તેને વ્યાભિચાર માની લે છે અને આનાથી સમાજમાં સંબંધોનુ પતન થઈ શકે છે.  મતલબ પુરૂષ કહેશે કે પહેલા ભગવાન પણ વધુ પત્નીઓ રાખતા હતા તો હુ બે લગ્ન કેમ ન કરુ.. સ્ત્રી કહેશે કે દ્રોપદીના પાંચ પતિ હતા તો હુ એક કરતા વધુ સંબંધો બનાવુ એમા વાંધો કેમ ?  તેથી ભારતીયો મહાપુરૂષોએ મહાભારતને ઘરમાં મુકવાની મનાઈ કરી છે. કારણ કે દરેક વ્યક્તિ આ ગ્રંથમાં બતાવેલ સંબંધોની પવિત્રતાને સમજી શકતો નથી.  તેમા જે ઘર્મનુ મહત્વ બતાવ્યુ છે તે પણ સામાન્ય બુદ્ધિથી નથી સમજી શકાતુ. આ માટે ઊંડો અભ્યાસ અને પછી ગંભીર ચિંતન કરવાની જરૂર હોય છે. તે દરેકના ગજાની વાત નથી. એ માટે મહાભારત ગ્રંથને ઘરમાં મુકવામાં આવતુ નથી. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બુદ્ધ પૂર્ણિમા - દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ