Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સત્યભામાએ જ્યારે પૂછ્યુ દ્રોપદીને - "કેવી રીતે સંતુષ્ટ રાખે છે પાંચ પતિયોને ?" (See Video)

સત્યભામાએ જ્યારે પૂછ્યુ દ્રોપદીને -
, શનિવાર, 16 ડિસેમ્બર 2017 (06:46 IST)
એક દિવસની વાત છે. પાંડવ અને સંત લોકો આશ્રમમાં બેસ્યા હતા. એ સમયે દ્રોપદી અને સત્યભામા પણ સાથે બેસીને એકબીજા સાથે વાત કરી રહી હતી. 
 
સત્યભામાએ દ્રોપદીને પુછ્યુ - બહેન તરા પતિ પાંડવ તારાથી હંમેશા પ્રસન્ન રહે છે. હુ જોઉ છુ કે તેઓ હંમેશા  તારા વશમાં રહે છે. તારાથી સંતુષ્ટ રહે છે. તુ મને પણ કંઈક બતાવ કે જેથી મારા શ્યામસુંદર પણ મારા વશમાં રહે. 
 
ત્યારે દ્રોપદી બોલી - સત્યભામા આ તુ મને કેવી દુરાચારિણી સ્ત્રી વિશે પૂછી રહી છે.  જ્યારે પતિને એ જાણ હોય તો તે પોતાની પત્નીના વશમાં નથી રહી શકતો. 
 
ત્યારે સત્યભામાએ કહ્યુ - તો તમે જ બતાવો કે  તમે પાંડવોની સાથે કેવુ આચરણ કરો છો ?
 
યોગ્ય પ્રશ્ન જાણીને ત્યારે દ્રોપદી બોલી - 
 
- સાંભળો....  હું અહંકાર અને કામ, ક્રોધને છોડીને ખૂબ જ સાવધાનીથી બધા પાંડવોની સ્ત્રીઓ સહિત સેવા કરુ છુ. 
- હુ ઈર્ષાથી દૂર રહુ છુ. મનને કાબૂમા મુકીને કટુ ભાષણથી દૂર રહુ છુ. 
- કોઈની પણ સામે અસભ્યતાથી ઉભી રહેતી નથી. 
- ખરાબ વાતો કરતી નથી અને ખરાબ સ્થાન પર બેસતી નથી 
- પતિના અભિપ્રાયને પૂર્ણ સંકેત સમજીને અનુકરણ કરુ છુ. 
- દેવતા, મનુષ્ય, સજા-ધજા કે રૂપવાન કેવો પણ પુરૂષ હોય મારુ મન પાંડવો સિવાય ક્યાય જતુ નથી. 
- તેમના સ્નાન કર્યા વગર હુ સ્નાન કરતી નથી.  તેમના બેસતા પહેલા
 હુ સ્વયં બેસતી નથી. 
- જ્યારે જ્યારે મારા પતિ ઘરમાં આવે છે હુ ઘર સાફ રાખુ છુ. સમય પર તેમને ભોજન કરાવુ છુ. 
- સદા સાવધાન રહુ છુ. ઘરમાં ગુપ્ત રૂપે અનાજ અનાજ હંમેશા રાખુ છુ. 
- હુ દરવાજાની બહાર જઈને ઉભી રહેતી નથી. 
- પતિદેવ વગર એકલા રહેવુ મને પસંદ નથી. 
- સાથે જ સાસુએ મને જે ધર્મ બતાવ્યા છે.. હું બધાનુ પાલન કરુ છુ અને સદા ધર્મની શરણમાં જ રહુ છુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મિથ્ય- જૂતા પહેરતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન