Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માલામાલ થવા માટે શરદ પૂનમના દિવસે કરો આ ઉપાય

માલામાલ થવા માટે શરદ પૂનમના દિવસે કરો આ ઉપાય
, મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (23:23 IST)
શરદ પૂનમની રાતે જ્યારે આકાશમાં ચાંદનીનુ શાસન હોય છે એ સમયે મા લક્ષ્મીનુ પૂજન કરી તેમની પાસે વરદાન મેળવવાની સોનેરી તક આવી ગઈ છે. 15 ઓક્ટોબર શનિવારે આવેલ આ અવસરનો પુર્ણ લાભ ઉઠાવો. 
 
લક્ષ્મી પૂજા ઘરના પૂજા સ્થળ કે તિજોરી મુકવાના સ્થાન પર કરવી જોઈએ. વેપારીઓએ પોતાની તિજોરીના સ્થાન પર પૂજન કરવુ જોઈએ.  ઉક્ત સ્થાનને ગંગાજળથી પવિત્ર કરીને શુદ્ધ કરી લેવુ જોઈએ. દ્વાર કે કક્ષમાં રંગોળીને બનાવવી જોઈએ. દેવી લક્ષ્મીને રંગોળી ખૂબ પ્રિય છે. સાંજે લક્ષ્મી પૂજન સમય સ્નાન વગેરેથી પરવારીને સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરવા જોઈએ. વિધિપૂર્વક પૂજન કરવુ જોઈએ. 
 
-માતા લક્ષ્મીને સોપારી ખૂબ લલચાવે છે. આ ધન લાભ અન સૌભાગ્યની સૂચક છે. શાસ્ત્રો મુજબ સોપારી ચમત્કારી હોય છે. 
 
- લક્ષ્મી પૂજા પછી સોપારી પર લાલ દોરો લપેટીને તેનુ ચોખા, કંકુ, ફુલ વગેરેથી પૂજન કરીને તેને તિજોરીમાં મુકો.  
 
- વેપારમાં પ્રગતિ અને વૃદ્ધિ માટે શનિવારની રાત્રે એક સોપારીને એક સિક્કા સાથે પીપળાન ઝાડ નીચે મુકી દો. રવિવારે સવારે પીપળાનુ એક પાન તોડીને તિજોરીમાં મુકી દો. ઝાડ નીચે મુકેલી સોપારી પણ લઈ લો. આ સિદ્ધ સોપારીને તિજોરીમાં મુકવાથી ક્યારેય ધનની કમી નથી આવતી. 
 
- શનિવારની રાત્રે લગભગ 9 વાગ્યાથી 10.30 વાગે ગુલાબી કપડા પહેરો અને ગુલાબી આસનનો પ્રયોગ કરો ગુલાબી કપડા પર શ્રીયંત્ર અને અષ્ટ લક્ષ્મીનુ ચિત્ર સ્થાપિત કરો. કોઈપણ થાળીમાં ગાયના ઘી ના 8 દીવા પ્રગટાવો. ગુલાબની અગરબત્તી પ્રગટાવો. લાલ ફૂલોની માળા ચઢાવો. માવાની બરફીનો ભોગ લગાવો. અષ્ટગંધથી શ્રીયંત્ર અન અષ્ટ લક્ષ્મીના ચિત્ર પર તિલક કરો અને કમળકાકડી હાથમાં લઈને આ મંત્રનો તમારી શક્તિ મુજબ જાપ કરો. 
 
 मंत्र: ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नमः स्वाहा।।
 
જાપ પૂરો થયા પછી આઠ દીવાને ઘરની આઠ દિશામાં લગાવી દો અને કમળકાકડી ઘરની તિજોરીમાં સ્થાપિત કરો. આ ઉપાયથી જીવનના આઠ વર્ગોમાં સફળતા પ્રાપ્ત થશે. 
 
વિધિપૂર્વક શ્રી મહાલક્ષ્મીની પૂજા કર્યા પછી હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. આવુ કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને મા લક્ષ્મીની કૃપા જરૂર પ્રાપ્ત થશે.  
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળી પહેલા માં લક્ષ્મીને ખુશ કરવાની રાત