Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sankashti Chaturthi 2024: આજે સંકષ્ટી ચતુર્થી વ્રત, જાણો ચંદ્રોદયનો સમય અને શુભ મહુર્ત અને મહત્વ

Sankashti Chaturthi 2024
, ગુરુવાર, 28 માર્ચ 2024 (01:01 IST)
Sankashti Chaturthi 2024: 28મી માર્ચે સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવશે. દરેક મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે. કૃષ્ણ પક્ષની ચતુર્થી સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે શુક્લ પક્ષની ચતુર્થી વિનાયકી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે.  આ દિવસે ભગવાન ગણેશની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે વ્રત કરે  છે તેના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તેના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. ઉલ્લેખનીય છે કે   ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી આ વ્રત તોડવામાં આવે છે.
 
સંકષ્ટી ચતુર્થી વ્રત 2024નો શુભ મુહુર્ત 
ચૈત્ર કૃષ્ણ પક્ષ ચતુર્થી તારીખ શરૂ   - 28 માર્ચ સાંજે 6:56 કલાકે
ચૈત્ર કૃષ્ણ પક્ષ ચતુર્થી તારીખ સમાપ્ત  - 29 માર્ચ રાત્રે 8:20 કલાકે
સંકષ્ટી ચતુર્થી વ્રતની તારીખ- 28 માર્ચ 2024
સંકષ્ટી ચતુર્થી પૂજાનું  શુભ મુહુર્ત  (સવારે) - 28 માર્ચે સવારે 10:54 થી બપોરે 12:26 સુધી
સંકષ્ટી ચતુર્થી પૂજાનું શુભ મુહુર્ત  (સાંજે) - 28 માર્ચે સાંજે 5:04 થી 6:37 સુધી
 
ચંદ્રોદયનો સમય- 28મી માર્ચ રાત્રે 8 વાગીને 58 મીનીટે 
ગણેશ જી ના મંત્રો
વક્રતુણ્ડ મહાકાયા સૂર્યકોટિ સંપ્રભ. નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વકાર્યેષુ સદા ।
 
ઓમ એકદન્તય વિહે વક્રતુણ્ડયા ધીમહિ તન્નો દન્તિહ પ્રચોદયાત્ ॥
 
ગજનનાય વિદ્મહે, વક્રતુણ્ડયા ધીમહિ, તન્નો દન્તિ પ્રચોદયાત્।
 
શ્રી વક્રતુંડા મહાકાય સૂર્ય કોટિ સંપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ-કાર્યેષુ સર્વદા.
 
શ્રી ગણેશાય નમ: 
 
સંકષ્ટી ચતુર્થી વ્રતનું મહત્વ
હિન્દુ ધર્મમાં સંકષ્ટી ચતુર્થી વ્રતનું વિશેષ મહત્વ છે. આ દિવસે ઉપવાસ કરવાથી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અને દરેક અવરોધ દૂર થાય છે. સંકષ્ટી ચતુર્થીના વ્રત કરવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GOOD FRIDAY - જાણો કેમ મનાવવામાં આવે છે ગુડ ફ્રાઈડે, તેની સાથે જોડાયેલ કેટલીક વાતો...