13 જાન્યુઆરી શુક્રવારે વર્ષ 2017નુ પ્રથમ પુષ્ય નક્ષત્ર છે. શુક્રવાર પડવાને કારણે તેનુ મહત્વ પણ વધી જાય છે. કારણ કે આ મહલક્ષ્મીને પ્રિય દિવસ પર આવી રહ્યો છે. આ શુભ યોગને શુક્ર પુષ્ય કહેવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રીઓ મુજબ આ નક્ષત્રમાં જે ઉપાય કરવામાં આવે છે તે અન્ય દિવસો કરતા વધુ ફળદાયક હોય છે. શુક્ર પુષ્યનો પ્રારંભ આજ રાત્રે મતલબ 12 જાન્યુઆરીના રોજ 2.32 વાગ્યે થશે. જે 13 જાન્યુઆરીની રાત્રે 1.47 પર સમાપ્ત થશે.
2017નો આ પ્રથમ પુષ્ય યોગ બનાવશે તમને છપ્પર ફાડ સંપત્તિનો સ્વામી.
1.ચાંદીના સિક્કો જેના પર દેવી લક્ષ્મી બેસેલી મુદ્રામાં અંકિત હોય તેનુ પૂજન કરો. પછી તેને તમારી તિજોરીમાં મુકો.
2. લક્ષ્મી મંદિરમાં કમળના ફૂલ અને સફેદ રંગની મીઠાઈ અર્પિત કરો.
3. દક્ષિણાવર્તી શંખમાં કેસર ભેળવેલુ દૂધ મિક્સ કરીને લક્ષ્મીનારાયણનો અભિષેક કરો.
4. ફસાયેલો પૈસો પરત મેળવવા માટે પુષ્ય નક્ષત્રની સાંજે ઘરના ઈશાન કોણમાં ગાયના ઘી નો દીવો પ્રગટાવો.
5. શ્રીયંત્ર લઈને આવો, પૂજન પછી તેને ઘરમાં સ્થાપિત કરો. ઘરમાં પહેલાથી જ શ્રીયંત્ર છે તો સાંજે તેનુ પૂજન કરો.
6. શુભ મુહૂર્તમાં ચાંદીથી બનેલી લક્ષ્મી ગણેશની મૂર્તિ ઘરે લઈને આવો અને તેને તિજોરીમાં સ્થાપિત કરો.
7. સાજે પીપળના ઝાડ પર પંચમુખી દીવો પ્રગટાવો અને ત્રણ પરિક્રમા કરો.
8. દેવી લક્ષ્મીને કમળકાકડીની માળા ચઢાવો.
9. કર્જથી પરેશાન લોકો લક્ષ્મી મંદિરમાંથી જળ લાવીને પીપળ પર ચઢાવે
10. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠનુ ખૂબ મહત્વ છે. જો ન કરી શકતા હ ઓય તો શ્રીવિષ્ણુના હજારો નામોનુ ફળ આપનારા મંત્રનો જાપ કરો.
'નમો સ્તાન અનંતાય સહસ્ત્ર મૂર્તયે, સહસ્ત્રપાદાક્ષિ શિરોરુ બાહવે
સહસ્ત્ર નામ્ને પુરૂષાય શાશ્વતે, સહસ્ત્રકોટિ યુગ ધારિણે નમ:'
આ શ્લોકનો પ્રભાવ એટલો જ છે જેટલો વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો છે.