Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બુધ પ્રદોષ વ્રત - શિવ પાસેથી મળશે બાળકોને મહાવરદાન

બુધ પ્રદોષ વ્રત - શિવ પાસેથી મળશે બાળકોને મહાવરદાન
, બુધવાર, 28 ઑગસ્ટ 2019 (14:03 IST)
શાસ્ત્રો મુજબ ભગવાન શિવની કૃપા મેળવવા માટે સોમવારનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પણ ઉલ્લેખનીય છે કે ભોલેનાથને જલ્દી પ્રસન્ન કરનારો પ્રદોષ વ્રત આજે એટલે કે 28 ઓગસ્ટ બુધવારના  દિવસે છે.  બુધવારના દિવસે આવવાથી તેને બુધ પ્રદોષ વ્રત પણ કહેવાય છે. જ્યોતિષ મુજબ કોઈપણ વ્યક્તિ પોતાની કુંડળીમાં બુધ અને ચન્દ્રમાની સ્થિતિને મજબૂત કરવા માટે આ વ્રત કરી શકે છે. એક વાત  યાદ રાખજો કે પ્રદોષ વ્રતની પૂજા સાંજના સમયે કરવામાં આવે છે.  તેના પ્રભાવથી જીવનના સમસ્ત રોગ દોષ શોક ક્લેશ હંમેશા માટે ખતમ થઈ જાય છે.  આ સાથે જ તમે ઈચ્છતા હોય કે તમારા બાળકોને તીવ્ર  બુદ્ધિનુ વરદાન મળે તો આજે આટલા ઉપાય જરૂર કરો 
 
પ્રદોષ વ્રતના દિવસે ઘરનના બાળકોના હાથે ગરીબ બાળકોને લીલી વસ્તુઓ અને વાંચવા લખવાની વસ્તુઓનો દાન કરાવો 
 
- પ્રદોષ વ્રત બુધવારના દિવસે આવી રહ્યુ હોય તો સવારનાસ અમયે તુલસીના પાન અને સાકર તમારા બાળકોના હાથે વિષ્ણુજીને અર્પિત કરાવો 
 
- ૐ સદ્દબુદ્ધિ પ્રદાયે નમ મંત્રનો 11 વાર જાપ કરાવો. ત્યારબાદ એક તુલસી પત્ર તમારા બાળકોને ખવડાવો 
 
- તમારા બાળકોની કુંડળીના બુધ ગ્રહને મજબૂત કરવા માટે મા દુર્ગા અને ભગવાન ગણેશની પૂજા અર્ચના જરૂર કરો અને લીલા રંગની વસ્તુઓનો દાન કરો 
 
- બુધ ગ્રહની મજબૂતી માટે કિન્નરોને પણ દવા વસ્ત્ર ભોજનનુ દાન કરવાથી લાભ થશે 
 
- જો તમરા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યુ છે તો આજે કેટલાકા  ઉપાય કરી લેવાથી બીમારી પર થનારા ખર્ચથી બચી શકો છો આવો જાણીએ આ માટે ઉપાય 
 
-ઘરમાં લાલ રંગના ભગવાન ગણેશની સ્થાપના કરો અને રોજ સવારે ગણેશજીને લાલ પુષ્પ અને 27 દુર્વા અર્પિત કરો આ ઉપરાંત  લાલ ચંદનની માળાથી  વક્રતુંડાય હું મંત્રનો જાપ 27 દિવસ સુધી કરો. તમને શુભ પરિણામ જરૂર જોવા મળશે 
 
પ્રદોષ વ્રતના દિવસે સાંજના સમયે પ્રદોષ કાળમાં શિવલિંગ પર  જળમાં દુર્વા નાખીને અભિષેક કરો અને તલના તેલનો ચોમુખી દીવો ભગવાન શિવની સામે પ્રગટાવો.  ઘરમા આરોગ્ય સંબંધી બધી સમસ્યાઓનો 
અંત આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માત્ર 3 સરળ ઉપાયથી ગણેશજી જલ્દી પ્રસન્ન થઈ જશે...