Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો તમે નવપરિણીત છો તો આ સરળ રીતે કરો કરવા ચૌથ પૂજન

જો તમે નવપરિણીત છો તો  આ સરળ રીતે કરો કરવા ચૌથ પૂજન
, સોમવાર, 18 ઑક્ટોબર 2021 (09:43 IST)
* સવારે ઉઠીને નિત્યકર્મની પરવારીને સંકલ્પ લો અને વ્રત શરૂ કરો. વ્રતના દિવસે નિર્જલા રહેવું એટલે કે જલપાન ન કરવું. 
* વ્રતના દિવસે સવારે સ્નાન કર્યા પછી આ બોલીને વ્રત શરૂ કરો. 
* સવારના સમયે આ મંત્રના જપથી વ્રત શરૂ કરાય છે . " મમ સુખસૌભાગ્ય પુત્રપૌત્રાદિ સુસ્થિર શ્રી પ્રાપ્ત્યે કરક ચતુર્થી વ્રતમહ કરિષ્યે " 
* ઘરની દિવાલ પર ગેરુથી લીંપીને તેના પર વાટેલા ચોખાના લેપથી કરવા (નીચે આપેલ ચિત્ર) નું ચિત્ર બનાવો. 
* સાંજના સમયે માતા પાર્વતીની મૂર્તિના ખોડામાં શ્રીગણેશ વિરાજિત કરી તેને લાકડીના આસન પર બેસાડો. 
* ગૌરીને ચુંદડી ઓઢાવો. બિંદી વગેરે સુહાગની સામગ્રી વડે ગૌરીનો શ્રૃંગાર કરો.
* ભેટ આપવા માટે માટીનો ટોટીવાળો કરવો(ઘડો) લો. તેમાં ઘઉં મુકીને ઢાંકો અને ઢાંકણમાં દળેલી ખાંડ ભરી દો. તેની ઉપર દક્ષિણા મુકો.
* ગૌરી-ગણેશ અને ચિત્રિત કરવાની પરંપરાનુસાર પૂજા કરો. પતિની દીર્ઘાયુની કામના કરો. 
'નમઃ શિવાયૈ શર્વાણ્યૈ સૌભાગ્યં સંતતિ શુભામ્‌.
પ્રયચ્છ ભક્તિયુક્તાનાં નારીણાં હરવલ્લભે' 
*  કરવા પર 13 બિંદી મુકો, અને ઘઉં કે ચોખાના 13 દાણા હાથમાં લઈને કરવા ચોથની વાર્તા કહો કે સાંભળો.
*  કથા સાંભળ્યા પછી કરવા પર હાથ ફેરવી પોતાની સાસુના પગે પડી આશીર્વાદ લો અને તેમને કરવા આપી દો.
*  તેર ઘઉંના દાણા અને પાણીનો લોટો અથવા ટોટીદાર કરવાને અલગ મુકો.
*  રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો.
*  ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો. 
કરવા ચૌથ પૂજનની સરળ વિધિ . 
કથા માટે નીચે વીડિયો છે.... 
webdunia
webdunia


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ રાશિવાળા હોય છે મહત્વાકાંક્ષી પોતાને બીજાઓની સામે સિદ્ધ કરે છે બેસ્ટ