Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

Shilpa Shetty એ ખાસ અંદાજમાં કરી કંજક પૂજા, હાથથી કરાવ્યું ભોજન

shilpa shetty kanjak pujan
, ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (15:17 IST)
Photo : Instagram
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) તેના પતિના કારણે લાંબા સમયથી હેડલાઇન્સમાં હતી. અભિનેત્રીના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) હાલમાં અશ્લીલ ફિલ્મો બનાવવાનાં આરોપમાં જામીન પર છે. તે જ સમયે, શિલ્પા વિશે વાત કરીએ તો, અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. અભિનેત્રી ચાહકો માટે ખાસ તસ્વીરો શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે આજે ફરી અભિનેત્રીએ આવી તસ્વીર શેર કરી છે જે છવાઈ ગઈ છે.
શિલ્પા શેટ્ટી નવરાત્રીના ખાસ અવસરની ઉજવણી કરી રહી છે, તેથી જ તે આ તહેવાર પર માં દુર્ગાની પૂજા કરતી વીડિયો અને ફોટોઝ શેર કરી રહી છે. તાજેતરમાં, શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ સ્ટેટ્સ પર એક ફોટો શેર કર્યો છે, જે છવાઈ ગયો છે.
 
શિલ્પાએ ખવડાવ્યું કંચક
તમને જણાવી દઈએ કે આ સુંદર અભિનેત્રીએ તેમના એકાઉન્ટ પર કંજક પૂજાની તસ્વીરો શેર કરી છે. જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે શિલ્પા શેટ્ટી છોકરીઓની આરતી કરી રહી છે અને પોતાના હાથેથી તેમને ભોજન ખવડાવે છે. શિલ્પાનાં આ વીડિયોથી, સ્પષ્ટ રીતે લાગે છે કે તે કેટલી વિધિસર માતાની પૂજા કરે છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આર્યન ખાનની જામીન પર સુનવણી થોડી જ વારમાં શું આજે શાહરૂખ-ગૌરીની મન્નત થશે પૂરી