Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Karwa Chauth 2019- જાણો ક્યારે છે કરવા ચોથ, વિધિ અને શા માટે હોય છે ચંદ્રમાની પૂજા

Karwa Chauth 2019- જાણો ક્યારે છે કરવા ચોથ, વિધિ અને શા માટે હોય છે ચંદ્રમાની પૂજા
, મંગળવાર, 1 ઑક્ટોબર 2019 (17:17 IST)
કરવા ચોથ પ્રેમ અને ઉત્સાહનો તહેવાર છે અને દરેક મહિલા માટે ખૂબ પૂજનીય હોય છે. છંદોગ્ય ઉપનિષદના મુજબ ચંદ્રમામાં પુરૂષ રૂપી બ્રહ્માની ઉપાસના કરવાથી જીવનના બધા કષ્ટોથી મુક્તિ મળે છે અને પુરૂષની ઉમ્ર લાંબી હોય છે. કરવા ચોથના વ્રતમાં શિવ પાર્વતી, કાર્તિકેય, ગણેશની સાથે ચંદ્રમાની પણ પૂજા કરવાના 
 
વિધાઅ છે. આ દિવસે સુહાગન સ્ર્ત્રીઓ તેમના પતિ માટે વ્રત રાખે છે. આ નિર્જલા વ્રત હોય છે અને ચંદ્રમાને અર્ધ્ય આપ્યા પછી પતિને ચાલણીમાં દીવો રાખીને જોવાય છે. ત્યારબાદ પતિ જળ પીવડાબીને પત્નીના વ્રતનો પારણુ કરે છે. આ દિવસે સવારે પૂજા પછી માટીના કરવામાં ચોખા, અડદની દાળ, કપડા અને 
 
સુગાની સામગ્રી રાખી સાસુના પગે લાગીને સરગી ભેંટ કરાય છે. આ એવું તહેવાર છે જેની તૈયારીઓ અઠવાડીયા પહેલા શરૂ કરી નાખી છે. આ વર્ષે કરવા ચૌથ ગુરૂવારે 17 ઓક્ટોબર 2019ને છે. માન્યતા મુજબ આ વ્રતને તે છોકરીઓ પણ કરે છે, જેમની લગ્નની ઉમ્ર થઈ ગઈ છે કે લગ્ન થવા વાળા છે. કરવા ચૌથ માત્ર એક વ્રત નથી છે. આ પતિ-પત્નીના પવિત્ર રિશ્તાને વધારે મજબૂત કરનારું પર્વ પણ છે. 
 
શા માટે હોય છે ચંદ્રમાની પૂજા 
ચંદ્રમાને ઉમ્ર, સુખ-શાંતિનો કારક ગણાય છે અને તેમની પૂજાથી વૈજ્ઞાનિક જીવન સુખમય બને છે અને પતિની ઉમ્ર પણ લાંબી હોય છે. 
 
આ રીતે કરવું કરવા ચોથની તૈયારી 
કરવાચોથ વ્રત માટે ઘણી બધી સામગ્રીની જરૂર હોય છે. આ દિવસે મહિલાઓ સોળ શ્રૃંગાર કરે છે અને શ્રૃંગારની સામગ્રી ભેંટ પણ કરે છે. આ વ્રતમાં ઉપયોગ 
 
થનાર બધુ સામાન નવું હોવી જોઈએ. જરૂરી છે કે પૂજાની તૈયારી સમયથી પહેલા શરૂ કરી નાખીએ જેથી કોઈ પણ સામગ્રી અધૂરી ના રહે અને પૂજા વિધિ વિધાનથી 
 
સંપન્ન થઈ જાય. 
 
ચંદ્રમાના દર્શન માટે જે થાળી તૈયાર  થશે તે થાળીમાં દીવો સિંદૂર, અક્ષત, કંકુ, રોલી અને ચોખાની બનેલી મિઠાઈ હોવી જોઈએ. પૂજન સામગ્રીમાં કંકુ, મધ અગરબત્તી, ફૂળ, કાચું દૂધ, ખાંડ, શુદ્ધ ઘી, દહીં, મેંદી, મિઠાઈ, ગંગાજળ, ચંદન, ચોખા, સિંદૂર, મેંદી, માવર, કાંસકો, ચુનરી,બંગડી, વિછુઓ, માટીનો કરવા અને ઢાકણું, દીવો, રૂ, કપૂર, ઘઉં, ખાંડનો ભૂકો, હળદર, પાણીનો લોટો, બાજોટ, ચાલણી, આઠ પૂરી, હલવો , દક્ષિણા માટે પૈસા. અત્યારે જ તૈયારી કરી લો. સાડી અને સુહાગની સામગ્રી જેમકે   બંગડી, વિછુઓ, માવર, નેલપૉલિશ ખરીદીને રાખી લો. 
 
જે મહિલાઓ પહેલીવાર કરવા ચૌથ કરી રહી છે તેને કરવાચૌથની ચોપડી પણ લેવી પડશે. તેમની સાસ માટે સુહાગનો સામાન પણ ખરીદી લો. આ સામાનમાં સાડી બંગડી, ચાંદલો, મેંદી વગેરે જરૂર રાખી લો. કરવાચૌથથી એક દિવસ પહેલા એટલે કે 16 ઓક્ટોબરની રાત્રે મેંદી લગાવી લો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રીમાં શુભ કાર્યોની શરૂઆત કેમ થાય છે જાણો છો ?