તુલસીના છોડનુ મહત્વ ધર્મશાસ્ત્રોમાં પણ ખૂબ સરસ રીતે બતાવ્યુ છે. તુલસીના છોડને માતા લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડ સાથે અનેક આધ્યાત્મિક વાતો જોડ્દાયેલી છે.
શાસ્ત્રીય માન્યતા મુજબ ભગવાન વિષ્ણુને તુલસીને અત્યાધિક પ્રિય છે. તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુની પૂજા અધુરી માનવામાં આવે છે. કારણ કે ભગવાન વિષ્ણુનો પ્રસાદ તુલસીના પાન વગર પુરો થતો નથી.
આ સાથે જ આરોગ્ય માટે પણ તુલસી વરદાન છે. તુલસીમાં અનેક બીમારીઓ સાથે લડવાના ગુણ જોવા મળે છે. જે કારણે આયુર્વેદ વિજ્ઞાન પણ તુલસીને મનુષ્ય જીવન માટે વરદાન માને છે. એવુ કહેવાય છે કે જે વ્યક્તિ રોજ 5 તુલસીના પાન નિયમિત સેવન કરે છે તેને ક્યારેય કોઈ બીમારી થતી નથી.
તુલસીના છોડનુ ધાર્મિક મહત્વ
તુલસીના પાનને કેટલાક ખાસ દિવસે ન તોડવા જોઈએ. ચંદ્રગ્રહણ, અગિયારસ અને રવિવારે તુલસીના પાન ન તોડવા જોઈએ. એવુ કહેવાય છે કે જે મનુષ્ય આ દિવસે તુલસી તોડે છે તેના આયુષ્યને નુકશાન થાય છે.
સૂર્યાસ્ત પછી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. એવુ કરવુ અશુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે ભગવાન કૃષ્ણના ભોગમાં અને સત્યનારાયણની કથાના પ્રસાદમાં તુલસીના પાન જરૂર મુકવા જોઈએ. આવુ ન કરવાથી પ્રસાદ અધૂરો મનાય છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવો શુભો હોય છે. તુલસી છોડ સમક્ષ રોજ સાંજે દિવો જરૂર પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. માન્યતા છે કે તુલસી હોવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે.
આરોગ્ય માટે તુલસીના ફાયદા
- તુલસી દવાની જેમ જ વપરાય છે. તમારા ઘરની પાછળ કે ઘરમાં તુલસી રહેશે તો મચ્છર અને કીડી મકોડા નહી આવે.
- રોજ તુલસીના પાન ખાવા આરોગ્ય માટે સારા હોય છે. તુલસીમાં બીમારીઓ સાથે લડવાના ગુણ હો ય છે. આ શરીરમાં બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધારે છે.
- તુલસીના પાન ખાવાથી લોહી સાફ રહે છે. તેનાથી ત્વચા અને વાળ સ્વસ્થ રહે છે.