Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Geeta Jayanti: શ્રીમદ્દભાગવત ગીતા ઘરમાં છે તો ભૂલથી પણ ન કરશો આ કામ, ઘરમાં નહી રહે બરકત

geeta jayanti
, સોમવાર, 2 ડિસેમ્બર 2024 (11:15 IST)
geeta jayanti
Geeta Jayanti 2: માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીને ગીતા જયંતી ઉજવાશે. ગીતામાં લખેલી વાગો શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. આ એકમાત્ર એવો ગ્રંથ છે જેની ઉત્પત્તિ સ્વંય શ્રીકૃષ્ણના શ્રીમુખથી થઈ છે. આ જ કારણ છે કે દર વર્ષે ગીતા જયંતી ઉજવાય છે. 
 
આ દિવસે ગીતાનો પાઠ કરનારાઓ દરેક કાર્યમાં સફળ થાય છે. સુખ સાથે સંપન્નતા આવે છે. શાસ્ત્રો મુજબ જે લોકોના ઘરમાં શ્રીમદભાગવત ગીતા ગ્રંથ રાખ્યો છે તેમને કેટલાક નિયમોનુ પાલન કરવુ જોઈએ, નહી તો જીવન સંકટોથી ઘેરાય જાય છે. 
 
ગીતા પાઠ કરવાનો લાભ 
 
પુરાણો મુજબ જે ઘરમાં નિયમિત રૂપથી ગીતાનો પાઠ કરવામાં આવે છે ત્યા ખુશહાલી કાયમ રહે છે. ગીતામાં ઘર્મ, કર્મ, નીતિ, સફળતા, સુખનુ રહસ્ય છિપાયેલુ છે. જેના પઠન-પાઠથી જીવનની દરેક સમસ્યાનો હલ પ્રાપ્ત થઈ શકે છે.  
 
-  ગીતાનો પાઠ કરવાથી વ્યક્તિમાં કોઈપણ પરિસ્થિતિ સાથે લડવાની કાબેલિયત આવે છે. ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. 
 
- માનસિક પરેશાની અને ગૃહ ક્લેશથી મુક્તિ, વિરોધીનો સામનો કરવાની શક્તિ ગીતા પાઠ કરવાથી પ્રાપ્ત થાય છે. તેમા લખેલા શ્લોક વ્યક્તિને વાસ્તવિકતાથી રૂબરુ કરે છે. 
 
- ગીતા જયંતિના દિવસે ગીતા પાઠ સાથે હવન કરવામાં આવે તો તેનાથી વાસ્તુ દોષ સમાપ્ત થાય છે. 
 
- ગીતાનો નિયમિત પાઠ કરવાથી મૃત્યુ પછી પિશાચની દુનિયામાંથી મુક્તિ મળે છે.
 
શ્રીમદ ભાગવત ગીતા ઘરમાં રાખવાના નિયમો
 
-   ઘરમાં શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, તો જ પૂર્ણ ફળ મળશે. આ એક ખૂબ જ પવિત્ર ગ્રંથ છે, તેથી તેને સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ જ રાખો.
 
-  ગીતાને સ્નાન કર્યા વિના, ગંદા હાથથી અથવા માસિક સ્રાવ દરમિયાન સ્પર્શ કરશો નહીં. આના કારણે વ્યક્તિ પાપનો દોષી બને છે અને માનસિક અને આર્થિક તણાવ શરૂ થાય છે.
 
-  શ્રીમદ ભાગવત ગીતાને જમીન પર રાખીને વાંચશો નહીં. આ માટે, પૂજા ચોકી અથવા કાથ (લાકડામાંથી બનેલા સ્ટેન્ડ) નો ઉપયોગ કરો. ગીતાને પણ લાલ કપડામાં બાંધીને રાખો.
 
- ગીતા પાઠ કરવા માટે તમારા જ આસનનો ઉપયોગ કરો. બીજાનુ આસન ન લેવુ જોઈએ. તેનાથી પૂજા-પાઠનો પ્રભાવ ઓછો થઈ જાય છે. પાઠ શરૂ કરતા પહેલા ભગવાન ગણેશ અને શ્રીકૃષ્ણનુ સ્મરણ કરો. 
 
- દિવસમાં કોઈપણ સમયે ગીતાનો પાઠ કરી શકો છો. પણ જો કોઈ અધ્યાય શરૂ કરવામાં આવે તો એ દરમિયાન તેને વચ્ચે ન છોડો. પૂરો અધ્યાય વાચ્યા પછી જ ઉઠો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન