How to please shani dev on saturday: શનિવાર શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે શનિદેવ વ્યક્તિ પર કૃપા કરે છે તો તેનું જીવન બદલાઈ જાય છે. તે આર્થિક, શારીરિક અને માનસિક રીતે સમૃદ્ધ બને છે. 14 મેના રોજ આવી રહેલા શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે એક ખાસ સંયોગ બની રહ્યો છે. આ શનિવારે શનિદોષથી પીડિત લોકોએ શનિદેવની પૂજા કરવી જોઈએ. જાણો કઈ રાશિના લોકોએ પૂજા કરવી જોઈએ-
આ રાશિના લોકો કરે શનિદેવની પૂજા
વર્તમાન સમયમાં શનિદેવ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. શનિનુ રાશિ પરિવર્તન 29 એપ્રિલ 2022ના રોજ થયુ હતુ. શનિના રાશિ પરિવર્તન સાથે કેટલીક રાશિઓ પર શનિ ઢૈયા અને સાઢે સાતી શરૂ થાય છે. હાલમાં કુંભ, મકર અને મીન રાશિના લોકો શનિની સાડાસાતીથી પીડાય રહ્યા છે. કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો માટે શનિની ઢૈયા ચાલી રહી છે. આવી સ્થિતિમાં આ પાંચ રાશિના લોકોએ શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે.
આ ઉપાયોથી પ્રસન્ન થશે શનિદેવ
1. શનિવારે સૂર્યાસ્ત પછી પીપળના ઝાડમાં દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. એવું કહેવાય છે કે આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
2. શનિવારે હનુમાન જીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર, શનિદેવે હનુમાનને વચન આપ્યું હતું કે તેઓ બજરંગબલીના ભક્તોને ક્યારેય હેરાન નહીં કરે.
3. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે પીપળના ઝાડને જળ અર્પિત કરો અને સાત વાર ઝાડની પ્રદક્ષિણા કરો.
4. શનિવારે કોઈપણ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને તેલનું દાન કરો.