Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધન્ય એકાદશી... એકાદશી કરીએ તો વૃજ સુખ પામીએ - Ekadashi Kariye To

ekadashi bhajan gujarati
ekadashi bhajan gujarati
ધન્ય એકાદશીનું વ્રત, એકાદશી કરીએ તો વૃજ સુખ પામીએ
મારે એકાદશીનું વ્રત સારુ છે, એ તો પ્રાણજીવન પ્યારું છે.
એ તો વ્રજમાં લઇ જનારું છે…ધન્ય 
 
મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમુના જળમાં ન્હાવું છે,
મારે ભવ સાગર તરી જાવું છે…ધન્ય 

 
મારે દશ ઇન્દ્રિય વશ કરવી છે, મારે મનમાં સ્થિરતા ધરવી છે,
મારે ચિત શુદ્ધિ આદરવી છે…ધન્ય
 
મારે સમયે શરીરને કસવું છે, ઉપવાસે પ્રભુ સંગ વસવું છે,
પરમાથ માંહી ઘસવું છે…ધન્ય 
 
અંબરીષે વૃત રસ પીધા છે, દંડ દુર્વાસાએ દીધા છે,
રક્ષણ રખવાળાઓ કીધા છે…ધન્ય 
 
જેણે એકાદશી વ્રત કીધા છે, તેના પાંચ પદારથ સીધા છે,
તેને પ્રભુએ પોતાના કરી લીધા છે…ધન્ય 
 
મારે પંઢરપુરમાં જાવુ છે, મારે ચંદ્ર ભાગામાં ન્હાવું છે,
મારે વીઠલરાયજી નીરખવા છે…ધન્ય 
 
જે કોઇ બાર માસ કરી એકાદશી, એના અંતરમાં વસે અવિનાશી,
જે નહિ કરે તે રહેશે હાથ ધસી…ધન્ય 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aja Ekadashi: આજે કરો અજા એકાદશીનું વ્રત, જાણો પૂજાનું શુભ મુહુર્ત, પૂજાવિધિ, વિષ્ણુ મંત્ર અને આરતી