ફક્ત સવારના સમયે કરો આ એક ઉપાય, ધનથી ઘર ભરી દેશે દેવી લક્ષ્મી

ગુરુવાર, 13 જૂન 2019 (01:02 IST)
દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો કંઈ પણ કરવા તૈયાર રહે છે.    ઠીક એ જ રીતે લક્ષ્મીજીનુ પણ મહત્વ છે.  માતા લક્ષ્મી ધનની દેવી માનવામાં આવે છે. તેમની કૃપા પ્રાપ્તિનુ ઈચ્છા દરેક વ્યક્તિના મનમાં રહે છે.  જો એકવર મા લક્ષ્મીની કૃપા પોતાના ભક્ત પર થઈ જાય તો તેને ભવિષ્યમાં ક્યારેય પણ કંગાળીનો સામનો નથી કરવો પડતો. 
 
શાસ્ત્ર અને ગ્રંથમાં મહાલક્ષ્મીનો આશીર્વાદ મેળવવાના વિવિધ ઉપાય બતાવ્યા છે.  આજે અમે તમને એક એવો ઉપાય બતાવી રહ્યા છી જેને આપ રોજ સવારે કરશો તો દેવી લક્ષ્મીની કૃપા સદૈવ આપના પર બની રહેશે અને દરિદ્રતાનો પડછાયો પણ નહી રહે. 
 
 
દેવી લક્ષ્મીનો ફક્ત મંત્ર જ નહી પણ તેમના શ્રૃંગારનો સામાન પણ પૂજનીય માનવામાં આવે છે.  મા લક્ષ્મી દ્વારા ધારણ કરવામાં આવેલ પદ્મ ચિહ્નને પવિત્ર માનવામાં આવે છે.  તેમના પદ્મ ચિહ્નની પૂજા કરવામાં આવે છે. 
 
એવુ કહેવાય છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીના પદ્મ ચિહ્નોની નિયમિત પૂજા થાય છે ત્યા ધનનો વાસ જરૂર રહેછે. ઘરને આર્થિક રૂપે નજર ન લાગે એ માટે લોકો ઘરના દરવાજા પર મા લક્ષ્મીના ચરણ ચિહ્ન બનાવે છે. એવુ કહેવાય છે કે આ પદ્મ ચિહ્ન ઘર પર કોઈ આર્થિક સંકટ આવવા દેતા નથી. 
 
જે ઘરમાં મા લક્ષ્મી શુભ  ચિહ્નોને અંકિત જુએ છે એ ઘરમાં ખુશીથી નિવાસ કરે છે.  દરિદ્રતા એ ઘરમાંથી સદાય માટે વિદાય લે છે. 
 
આવો જાણીએ લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ઉપાય 
 
-લક્ષ્મીના ચરણ ચિહ્નને જમીન પર દરવાજાની બહાર બનાવવુ જોઈએ.  તેમના ચરણ ચિહ્ન બનાવતી વખતે કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ 
 
- જો તમને તમારા હાથથી ચરણ ચિહ્ન બનાવતા ન આવડે તો બજારમાંથી તૈયાર સ્ટિકર લઈ આવો. તેને ઘરના દરવાજાની બહાર લગાવો. ઘરમાં આવનારા સભ્યોની નજર તેમની પર પડે એ રીત લગાવો 
 
- એવુ કહેવાય છે કે મહાલક્ષ્મીને લાલ રંગ ખૂબ પ્રિય છે. તેથી કંકુથી રોજ  બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને મુખ્ય દરવાજા પર લક્ષ્મીજીના પ્રતિક ચરણ ચિહ્નને લગાવો.  લાલ ગુલાબના ફુલોથી તેમને સજાવો. લાલ રંગની રગોળી પણ ચરણ ચિહ્ન બનાવી શકાય છે. રોજ તમે તેમની પૂજા કરો ત્યારે તેમને લાલ રંગને વસ્તુ ચઢાવો. 
 
જે ઘરમાં નિયમિત મા લક્ષ્મીના પદ્મ ચિહ્નની પૂજા થાય છે ત્યા ઘનનો વાસ જરૂર રહે છે. અને ઘર પર કોઈ આર્થિક સંકટ આવતુ નથી.  તેથી જ તમે જોયુ હશે કે આજે પણ કેટલાક ઘરની સ્ત્રીઓ સવારે જલ્દી ઉઠીને ઉંબરાની પૂજા કરતી વખતે મા લક્ષ્મીના પગલા બનાવે છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ એકાદશી પર ચોખા ખાનાર પાપનો ભાગી બને છે