Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

149 વર્ષ પછી બન્યુ ખૂબ શુભ સંયોગ, તો ચંદ્રગ્રહણના સમયે આ વિધિથી કરવું પૂજન, ઈચ્છિત ફળ મળશે

149 વર્ષ પછી બન્યુ ખૂબ શુભ સંયોગ, તો ચંદ્રગ્રહણના સમયે આ વિધિથી કરવું પૂજન, ઈચ્છિત ફળ મળશે
, મંગળવાર, 16 જુલાઈ 2019 (12:26 IST)
જ્યોતિષીઓનો કહેવું છે કે 149 વર્ષ પછી ચંદ્રગ્રહણ પર ખૂબ ખાસ સંયોગ બની રહ્યું છે. તેથી જો લોકો આ ખાસ રૂપથી પૂજન કરશે તો શુભ ફળની પ્રાપ્તિ થશે. 
 
શતાબ્દીનો સૌથી લાંબુ જોવાતું ચંદ્રગ્રહણ 16 જુલાઈ દિવસ મંગળવાર(સંક્રાતિ)ને લાગી રહ્યું છે. હિંદી પંચાગના મુજબ મંગળવાર રાત્રે 1.31 વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થશે અને બુધવાર સવારે 4.30 વાગ્યે સુધી રહેશે. તેથી ગ્રહણ આશરે ત્રણ કલાક સુધી રહેશે. આ સંયોગ સૌ વર્ષ પછી આવી રહ્યું છે જકે જે સમયે ચંદ્રગ્રહણ થશે તે સમયે આખુ ભારતમાં ચંદ્રોદય થઈ ગયું હશે. ભારતના બધા શહરોમાં 16 જુલાઈની સાંજે છ વાગ્યેથી સાત વાગીને 45 મિનિટ સુધી ચંદ્રમાનો ઉદય થઈ જશે. 
 
149 વર્ષો પછી ગુરૂ પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ 
16/17 જુલાઈની રાત્રે ગુરૂ પૂર્ણિમા છે અને ખંડગ્રાસ પણ લાગશે. આવું સંયોગ 149 વર્ષ પછી આવી રહ્યું છે. આ વખતે ચંદ્રગ્રહણ આખા ભારતમાં જોવાશે. ગ્રહણનો સૂતક મંગળવાર સાંજે ચાર વાગીને 31 મિનિટ પર શરૂ થઈ જશે. તેથી સાંજે મંદિરના કપાટ બંદ કરાશે. 
 
મંત્ર સાધના અને સિદ્ધિ કરવી ખાસ ફળ આપશે
જ્યોતિષી કહે છે કે ગ્રહણના સમયે મંત્ર સાધના અને સિદ્ધિ કરવી ખાસ ફળ આપશે. ગ્રહણના સમયે ભોજન બનાવવુ અને કરવું બન્ને જ નિષેધ છે. ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓને ઘરથી બહાર નહી નિકળવું જોઈએ. સિલાઈ કે કપાઈ પણ ના કરવી. જરૂરી હોય તો ગર્ભવતી મહિલા નારિયેળ લઈને ઘરથી નિકળવું અને પછી તે નારિયેળને જળમાં પ્રવાહિત કરી નાખવું. 
 
ઘરની શુદ્ધતા માટે ગંગાજળ છાંટવું જોઈએ. ગ્રહણ પછી સ્નાન કર્યા પછી ભગવાનની મૂર્તિઓને પણ સ્નાન કરાવીને પૂજા કરવી જોઈએ. ગર્ભવતી મહિલાઓ સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવું. ચંદ્રગ્રહણ એક અશુભ ઘટના છે અને તેની છાયાથી બચવા માટે લોકો ગ્રહણ પછી સ્નાન દાન કરે છે. આ સમયે ચાંદ જોવાની ના હોય છે. ખાસ કરીને કુંવારી કન્યાઓ, ગર્ભવતી મહિલાઓ, નવજાત બાળકો અને વૃદ્ધને ગ્રહણના ચાંદથી દૂર રહેવાની સલાહ આપીએ છે.
 
ચંદ્રગ્રહણના સમયે ઘણા કામ કરવાની ના હોય છે પણ ગ્રહણ પછી તમારી દિનચર્યા શરૂ કરતા પહેલા પણ કેટલાક નિયમ પૂરા કરવાના હોય છે. ચંદ્રગ્રહણનો પ્રભાવ 108 દિવસ સુધી ગણાય છે. તેથી ગ્રહણના કારણે આવી નકારાત્મકતા દૂર કરવા માટે ગ્રહણ પૂરા થયા પછી કેટલાક ઉપાય કરવાની જરૂર હોય છે. ગ્રહણ પછી ઘરની સારી રીતે સફાઈ પણ જરૂરી જણાવી છે. 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kids Story - ગુરૂભક્ત Eklavya - સાચી ગુરુ દક્ષિણા