ઘટસ્થાપના નુ શુભ મુહુર્ત
ચૈત્ર ઘટસ્થાપના માટે શુભ મુહુર્ત - 2 એપ્રિલ 2022 શનિવારે સવારે 06 :22 થી સવારે 08: 31 સુધી
ઘટસ્થાપનાનુ અભિજીત મુહુર્ત - 2 એપ્રિલ 2022 શનિવાર બપોરે 12: 08 મિનિટથી બપોરે 12:57 મિનિટ સુધી રહેશે
પ્રતિપ્રદા તિથિ પ્રારંભ : 1 એપ્રિલ 2022, સવારે 11: 53 મિનિટથી
પ્રતિપ્રદા તિથિ સમાપ્ત 2 એપ્રિલ 2022, સવારે 11: 58 મિનિટ પર
ચૈત્ર નવરાત્રી 2022ની તારીખો
2 એપ્રિલ (પહેલો દિવસ) – મા શૈલપુત્રીની પૂજા
3 એપ્રિલ (બીજો દિવસ) – મા બ્રહ્મચારિણીની પૂજા
4 એપ્રિલ (ત્રીજો દિવસ) – મા ચંદ્રઘંટાની પૂજા
5 એપ્રિલ (ચોથો દિવસ) – મા કુષ્માંડાની પૂજા
6 એપ્રિલ (પાંચમો દિવસ) – મા સ્કંદમાતાની પૂજા
7 એપ્રિલ (છઠ્ઠો દિવસ) – મા કાત્યાયનીની પૂજા
8 એપ્રિલ (સાતમો દિવસ) – મા કાલરાત્રિની પૂજા
9 એપ્રિલ (આઠમો દિવસ) – મા મહાગૌરીની પૂજા
10 એપ્રિલ (નવમો દિવસ) – માતા સિદ્ધિદાત્રીની પૂજા
11 એપ્રિલ (દસમો દિવસ) – નવરાત્રી પારણાં
આવી રીતે કરો સ્થાપના
- કળશની સ્થાપના ઈશાન ખૂણામાં કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- માટીનું વાસણ લઈને તેમાં થોડી માટી નાંખો. હવે તેના પર સાત અનાજ પાથરી દો. એક બાજુ માટી પાથરીને સાત અનાજ પાથરો. આ પ્રમાણે માટી અને અનાજના ત્રણ ભાગ બનાવો.
- તેના પર એક નાની માટલી મૂકો. માટલીમાં પાણી, સોપારી અને ઔષધિ મૂકો. સાથે-સાથે ગણેશજીની સ્થાપના પણ કરી લો. ગણેશજીની સ્થાપના હંમેશા કળશની ડાબી બાજુ કરવી જોઈએ.
- કળશમાં પાણી ભરીને તેમાં સોપારી, અત્તર નાંખીને તેના પર એક નાળિયેર મૂકો. દેવીનું સ્મરણ કરતાં નાળિયેર પર નાડાછડી બાંધો.
- હવે આ નાળિયેરને લાલ કપડાંમાં લપેટીને માટલીની ઉપર રાખો.
- યાદ રાખો કે અખંડ દીપક પહેલાં પ્રજ્વલિત કરવાનો છે. તેના માટે ઘીનો દીવો પ્રગટાવો.
- તેના પછી દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. શક્તિ શિવ વિના અધૂરી છે એટલે તેના પછી શિવનું સ્મરણ અવશ્ય કરો.